________________
૫૩. દિલ્હી ઇંદ્રપુરી બની ગઇ
..
આપણા ચરિત્રનાયક ગુરુવય દિલ્હી રૂપનગર પધાર્યાં. ગુરુદેવનું ભાવભર્યું સ્વાગત થયું. રૂપનગરના ગુરુભકતાના આનંદના પાર નહેાતેા. રૂપનગરમાં નવનિર્માણ થયેલ શ્રી શાન્તિનાથ જૈન શ્વેતાંબર મંદિરની પ્રતિષ્ઠા તથા અંજનશલાકા તા. ૨૭–૧–૬૧ના રાજ થવાની હતી. તેની તૈયારી ચાલી રહી હતી. દિલ્હી રાજધાની છે. પરન્તુ પ્રતિષ્ઠાના દિવસેામાં એમ લાગતું હતું કે આ ધર્મની પણ રાજધાની બની ગઈ છે. સમસ્ત ભારતનાં જુદાં જુદાં શહેરામાંથી હજારા ભાઈ-મહેનેા આવ્યાં હતાં. ભારતપ્રસિદ્ધ સંગીતકાર, વ્યાખ્યાનદાતા, કવિ, શ્રીમંતા, ગુરુભક્તો, ધર્માનુષ્ઠાન કરાવવાવાળા વગેરે આવ્યા હતા. વિધિવિધાન માટે વલાદનિવાસી ગુરુભક્ત શ્રી ફૂલચંદ ખીમચંદ તથા ભુરાભાઈ ફૂલચંદ આવ્યા હતા. કું ભસ્થાપન, નવગ્રહપૂજા અભિષેક, જન્મ, નામસ્થાપન, કેવલ કલ્યાણુ આદિ મહાત્સવ, રથયાત્રાનું જુલૂસ ભકિતભાવપૂર્વક તથા ભારે આનંદઉલ્લાસના વાતાવરણમાં થયાં હતાં.
શાસનદેવીની કૃપાથી એવે! આનંદમ ગળ પ્રવતી રહ્યો કે તેનું સવિસ્તર વર્ણન કરવા માટે એક બીજા ગ્રન્થની આવશ્યકતા રહે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org