________________
જિનશાસનરન
કોન્ફરન્સનું અધિવેશન સંવત ૨૦૧૬ વૈશાખ શુદ્ધિ ૪-૫-૬ તા. ૩૦ એપ્રિલ તથા ૧-૨ મે ૧૯૬૦, શનિરવિ–સેમવારના દિવસેામાં લુધિયાનામાં ભરવામાં આવ્યું હતુ. કલકત્તાનિવાસી પ્રસિદ્ધ સમાજ નેતા શ્રી નરેન્દ્ર સિંહજી સિધીની અધ્યક્ષ તરીકે વરણી થઈ હતી.
૧૯૮
પ્રમુખ શ્રી નરેન્દ્રસિહજીના સ્વાગતનું. જુલૂસ ૨૧ ઘેાડાની ઘેાડાગાડીમાં નીકળ્યું હતું. વલ્લભનગરમાં વિશાળ મંડપ શે।ભી રહ્યો હતા. કલકત્તાના શેઠ તેહુચંદજી કાચર, વડોદરાથી ઝવેરી જમનાદાસ કાળીદાસ તથા ગુરુ-. ભક્ત શ્રી વાડીલાલ મગનલાલ વૈદ, શ્રી નાગકુમાર મકાતી, શ્રી ભાઈચંદભાઈ, શ્રી ભીકમચંદજી, શ્રી રમણભાઇ આદિ આગેવાના પધાર્યાં હતા. આ સિવાય પંજાબનાં જુદાં જુદાં શહેરામાંથી હજારા ભાઈએ તથા રાજસ્થાન, ગુજરાત, કચ્છ, મારવાડ, બંગાળ, ઉત્તરપ્રદેશ, સૌરાષ્ટ્ર તથા મુંબઈ, સુરત, અમદાવાદ આદિ મોટાં મોટાં શહેરામાંથી સમાજસેવકે પધાર્યા હતા.
આ અવસર પર લુધિયાનામાં માનવમેદનીને ઠાઠ જોઈને અમરાવતીને પણ ઈર્ષ્યા થઈ જાય એ સ્વાભાવિક હતું. કારણ કે આ એક સમાજકલ્યાણ અને ઉત્કર્ષ માટેના સાંસ્કૃતિક ઉત્સવ હતા. વિશેષ શ્રી વિનાબા ભાવેના કથનાનુસાર આખા ભારતનું અભિમાન આપણી પ્રકૃતિ નહિ પશુ સ ંસ્કૃતિ છે.' પરન્તુ આ તત્ત્વને તે સાચા દેશભક્ત અને સાચા સમાજભક્ત જ જાણી શકે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org