________________
જિનશાસનન
૧૮૧
ભગવંત શ્રીમદ્ વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજની જન્મયંતી મહાન સમારેહપૂર્વક ઊજવવામાં આવી. સ્થાનકવાસી સમાજના અગ્રગણ્ય માનનીય ઉપાધ્યાય કવિવરશ્રી અમરમુનિજી મહારાજે ગુરુદેવના જીવન પર મનનીય તેમ જ પ્રભાવશાળી પ્રવચન કરતાં જણાવ્યું કે
તમે આચાર્ય વિજયવલ્લભ સૂરિજીને માત્ર પંજાબના કરીને સંકુચિતતા ન દર્શાવે. તેઓ તે પંજાબ-રાજસ્થાનગુજરાત–આદિના સમુદ્ધારક હતા તેમ જ તેઓ તે વિશ્વના - હતા. તેઓશ્રીની સેવાઓ માત્ર મૂર્તિપૂજક સમાજ પૂરતી ન હતી પણ તેઓ તે વિશ્વનું કલ્યાણ ઈચ્છતા હતા. મુંબઈમાં મધ્યમ વર્ગના સમુત્કર્ષ માટે જૈફ ઉમરે જે પ્રતિજ્ઞા લીધી હતી, તે તેઓશ્રીની સમાજના કલ્યાણ માટેની ઝંખનાનું પરિણામ હતું. અતિમ સમયે તેઓશ્રીની એ ઉચ્ચ ભાવના હતી કે જૈન સંપ્રદાયના ચારે ફિરકાઓ એકત્ર થઈને ભગવાન મહાવીરના ઝંડા નીચે આવીને સમાજનું ઉત્થાન કરે. તેઓ તે જૈનદર્શનની ઝગમગતી
ત આપણું હાથમાં આપીને તેને વિશેષ પ્રજવલિત રાખવા સમય સમય પર તેમાં તેલરૂપી સમાજ કલ્યાણનાં કાર્યો કરી ધર્મનાં અજવાળાં પાથરી શાસનનો જયજયકાર કરવા કહી ગયા છે. તેઓશ્રીના આદર્શ પર ચાલીને જયંતી મનાવવાનું સાર્થક કરીએ.”
સંવત ૧૫માં મહાવીર જયંતીના પ્રસંગ પર અ બાલામાં તેમનું મિલન થયું હતું. તેની તેઓશ્રીએ યાદ આપી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org