________________
જિનશાસનરત્ન
૧૭૩
ઉત્સવમાં હજારો ભાવિકોએ ભાગ લીધે. ગણિવર્યશ્રી જનકવિજયજી મહારાજ તથા વિદ્વાનોનાં ભાષણે થયાં. દિગંબર ભાઈ એ તરફથી પ્રભુની રથયાત્રાનું મહાન જુલુસ કાઢવામાં આવ્યું.
દિલ્હી શ્રીસંઘના પંજાબી તેમ જ ગુજરાતી સાઠસિત્તેર ભાઈઓ મળીને દિલ્હી ચાતુર્માસ કરવા વિનંતિ કરવા આવ્યા. તેઓની વિનંતિ આગ્રહભરી અને ભક્તિપૂર્ણ હતી. આગ્રાથી પણ લાલા દીવાનચંદજી, લાલા કપૂરચંદજી, લાલા લાભચંદજી વગરે ત્રીસ પાંત્રીસ ભાઈએ વિનંતિ કરવા આવ્યા. જયપુર શ્રીસંઘ તપાગચ્છ, ખરતરગચ્છ આદિના ભાઈઓએ જયપુરના ચેમાસા માટે વિનંતી કરી. આગ્રા શ્રીસંઘ બે વાર વિનંતી કરવા આવી ગયે. ગુરુદેવે આગ્રા શ્રીસંઘની વિનંતી માન્ય રાખી. આગ્રાના ભક્તજનને ખૂબ આનંદ થયે. અહીં એક માસ ક૯૫ કરીને આગ્રા તરફ વિહાર કર્યો. વિહારને સમયે ખરતરગચ્છીય વિદુષી સાધ્વી શ્રી વિચક્ષણશ્રી આદિ સાધ્વીઓ, બને ગચ્છનાં શ્રાવક-શ્રાવિકાઓનો વિશાળ સમુદાય દૂર સુધી પહોંચાડવા માટે આવ્યા. પુનઃ પધારવા માટે વિનંતી પણ કરી.
'
"
-
-
-
-
* *
તપાગચ્છ શ્રીસંઘના સેક્રેટરી શ્રી હીરાચંદજી વેદ ઘણા કુશળ કાર્યકર્તા છે. તેમણે પુનઃ ચાતુર્માસ માટે વિનંતી કરી. તેમના આગ્રહને માન આપીને ગુરુદેવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org