________________
૧૩૬
જિનશાસનન
વિષે વ્યાખ્યાન આપતાં જણાવ્યું કે ભાગ્યશાળીએ ભગવાન મહાવીરે જગતને દાનને વારસો આપે છે. લક્ષ્મી તે ચંચળ છે. પેસે પૈસે લાખે થાય એ અમારા ગુરુદેવ શ્રી વિયવલ્લભસૂરીશ્વરજી દર્શાવી ગયા છે. મુંબઈમાં શ્રી આત્માનંદ જૈનસભાએ આ સાધમી સેવાની ભાવનાથી મંદિરે મંદિરે, દુકાને દુકાને અને ઘેર ઘેર પેટીઓ મુકાવી છે. તેમાંથી દર વર્ષે હજાર રૂપિયા નીકળે છે અને સાધમી ભાઈઓની સેવા થાય છે.
જામનગરનો શ્રીસંઘ ભાગ્યશાળી છે. તેમાં ઘણું દાનવીર છે, પણ હું તે ઘેરે ઘેર એક એક પેટી રાખવા પ્રેરણું કરું છું. ઘરના નાના મોટા દરેક હંમેશાં એક એક પસે આ પેટીમાં નાખે તે લાખે લેખાં થાય. બાળકોને તેનાથી દાનની ભાવના જાગશે–સાધમ ભાઈ એની સેવા થશે. બાળકને ફ્રી પુસ્તક, સ્કોલરશિપ અપાશે અને તેને યશ દરેક ઘરને મળશે. આ ગુરુદેવની પ્રેરણાથી ઘેર ઘેર પેટીઓ મૂકવામાં આવી અને ગુરુદેવને આનંદ થયે. ગુરુદેવની પ્રેરણાથી વિશ્વશાન્તિને માટે સામુહિક તેમ જ વ્યક્તિગત તપશ્ચર્યાઓ થઈ. એક ઉદ્યોગગૃહની સ્થાપના પણ થઈ
ચાતુર્માસમાં વચ્ચે પંજાબી ગુરુભક્ત તથા સંગીતવિશારદ ભાઈ ઘનશ્યામદાસ આવ્યા. તેમણે તે પિતાનાં ભક્તિભાવભર્યા ભજનોથી હજારોને મુગ્ધ કર્યા. આનંદની લહેર લહેરાણું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org