________________
જિનશાસનરત્ન
૧૦૩ શાસ્ત્રીઓ, આચાર્યપ્રવરે, મુનિર તથા સાધ્વીજીઓને માટે ધર્મઉદ્યોત-સમાજકલ્યાણ અને રાષ્ટ્રનિર્માણને મહામૂલે સંદેશ મૂકતા ગયા. એ સંદેશ જાગૃતિનાં પૂર રેલાવે અને જૈન સમાજ શકિતશાળી, બલવાન, સંગઠિત, શિક્ષિત બને તે શાસનને જયજયકાર થઈ રહે.
ભારતવર્ષ ધર્મભૂમિ-તીર્થભૂમિ અને મહાત્માઓની જન્મભૂમિ છે. ભગવાન મહાવીર, બુદ્ધ જેવા પરમ પુરુષનું સાંનિધ્ય ભારતને મળ્યું છે. મહાત્મા ગાંધીજીએ અહિંસાના સંદેશને જગતના ચોકમાં મૂકીને અનુપમ કાર્ય કર્યું છે. આત્મચિંતન, આત્મધ્યાન અને આત્મકલ્યાણ સાધતાં સાધતાં કરડેનું કલ્યાણ એ સાધુ પુરુષનું અમર કાર્ય છે.
ગુરુદેવને સાચી શ્રદ્ધાંજલિ તે તેમનાં અધૂરાં સ્વને સિદ્ધ કરવામાં છે. તેઓશ્રીના શિષ્ય, પ્રશિષ્ય, ભક્તજને, સમાજના ઘડવૈયાઓ અને ગુરુદેવના પ્રેમીઓ એ સ્વપ્ન સાકાર કરવા કટિબદ્ધ થાય તે સમાજની કાયાપલટ થઈ જાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org