________________
જિનશાસનના
શેકસમાચારથી સ્તબ્ધ બની ગઈ હતી. પ્રાતઃકાલ ગુરુ દેવના ભૌતિક દેહને પાલખીમાં બેસાડી ગોડીજીમહારાજના ઉપાશ્રયમાં લાવવામાં આવ્યે. અહીં ઉપાશ્રયના ચેકમાં મેટા ચબૂતરા પર તે શરીરને એ રીતે પ્રતિષ્ઠિત કરવામાં આવ્યું કે દૂરથી પણ ભક્તગણ આપનાં દર્શન કરી શકે. સવાર થતાં જ હજારે નરનારી શહેર અને ઉપનગરથી ગુરુદેવના અન્તિમ દર્શન માટે ઊમટી આવ્યા હતા. સમૂહના સમૂહ આવીને ગુરુદેવના શરીરને સોનાચાંદીનાં ફેલેથી તેમ જ ચાવલ, બદામ અને રૂપિયા પિયાથી વધાવતા હતા. પાયધૂની અને તેની આસપાસના બધા રસ્તા જનસમુદાયથી ભરાઈ ગયા હતા. સવારના જ જિન સમાજના નેતાઓ સમવેદનાપૂર્વક દર્શનાર્થે આવવા લાગ્યા. તેરા પંથ સંપ્રદાયના આચાર્ય શ્રીમાન તુલસીજી પોતાના શિષ્યસમુદાય સહિત આવ્યા હતા તથા વિશ્વધર્મસંમેલનના પ્રેરક વિદ્વાન મુનિશ્રી સુશીલકુમારજી આદિ પધાર્યા હતા. આ સિવાય પૂ. આચાર્યશ્રી વિજય અમૃતસૂરિજી, ઉપાધ્યાયશ્રી વિજયસાગરજી, મુનિ ગુલાબમુનિજી, સાન્તાક્રઝથી મુનિશ્રી ઇન્દ્રવિજયજી, શ્રી જયવિજયજી, સેવાભાવી શ્રી શુભવિજયજી આદિ પચ્ચીસ મુનિવરો પધાર્યા હતા. શ્રમણગણ સિવાય પાલનપુરના નવાબ સાહેબ તેમ જ તેમના અધિકારી વર્ગ, શેઠશ્રી કાન્તિલાલ ઈશ્વરલાલ તથા તેમના પરિવાર, શેઠશ્રી જીવતલાલ પ્રતાપસી, શેઠશ્રી માણેકલાલ ચુનીલાલ, શેઠ ફૂલચંદ શામજીભાઈ, શેઠ ભેગીલાલ લહેરચંદ ઝવેરી, શેઠ મેહનલાલ મગનલાલ, શેઠ ચંદુલાલ વર્ધમાન, શ્રી કાંતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org