________________
જિનશાસનરન
નામ લઈને નવકાર મત્રનેા જાપ કરવા લાગ્યા. આપને અવાજ સાંભળીને મુનિ જિનભદ્રવિજયજી જાગી ગયા. તેમણે આચાર્ય શ્રીને કહ્યું : “ ગુરુદેવ ! હજી પ્રતિક્રમણના સમય થયે નથી. હજી તે રાત્રિના બે વાગ્યા છે. શું આપશ્રીને વિશેષ મેચેની લાગે છે ? ”
૯૨
ગુરુમહારાજ આને કાઈ ઉત્તર ન આપી શકયા. તે તે પચ પરમેષ્ટિના જાપ કરતા જ રહ્યા .
શ્રી જિનભદ્રવિજયજીએ બધા મુનિવરે ને જગાડવા અધા ગુરુની પાસે આવી બેઠા. શેઠ કાન્તિલાલભાઈ ને પણ ગુરુદેવની પરિસ્થિતિ જણાવવામાં આવી. તે તથા તેમનું આખું કુટુંબ આવી પહેાંચ્યું. ગુરુમહારાજના સ્વા
સ્થ્યની બધાને ચિંતા થવા લાગી. હાજર રહેલા બધા નવકાર મંત્રના જાપ કરવા લાગ્યા.
પણ યમરાજે આજ સુધી કેની પ્રાથના સાંભળી છે ? આ પાષણહૃદયી કદી પણ પીગળ્યા નથી, ન પીગળશે. ભીષ્મપિતામહ જેવાને પણ તેણે ન છેડવા તેા પછી અમારી પ્રાથના તા તે કયાંથી સાંભળે ?
આચાય પ્રવરની દશા પ્રતિપળ અગડી રહી હતી. બધા ભક્તજનો તથા શ્રમણ વિવશ થઈ ને જોઈ રહ્યા હતા. કાઈ ઉપાય સૂઝતા ન હતા. બધા સસારની અસારતાના વિચાર કરી રહ્યા હતા. વીજળીની ચમકની જેમ, અલિના પાણીની જેમ, વૃક્ષના પાંદડાની જેમ, વાદળાના ચિત્રની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org