________________
1109
આ શ્રી સિદ્ધર્ષિં નામની બુક એક ગ્રંથ જ છે. એને માટે તેના લેખક ભાઇ મેાતીચંદ્રે જે પ્રયાસ કર્યાં છે તેને માટે કયા શબ્દોમાં તેને અભિનંદન આપવું તે લક્ષમાં આવતું નથી. ગ્રંથની અંદર કર્તાના ચરિત્રને અંગે કેટલી બાબતા લીધી છે તે પ્રારંભમાં આપેલી અનુક્રમણિકા ઉપરથી સમજી શકાય તેમ છે. પરંતુ ગ્રંથ પૂર્ણ થયા બાદ પાછળ સેા પાનામાં જે અનુક્રમા આપ્યા છે તેના પરિશ્રમની । ગણના જ થઈ શકે તેમ નથી. પૃષ્ઠ ૫૦૪ માં ગ્રંથ પૂર્ણ થયા બાદ ૪ પૃષ્ઠમાં અંતિમ વક્તવ્ય આપ્યા પછી ઉપમિતિભવપ્રપંચા કથાના ત્રણે ભાગમાં-આઠે પ્રસ્તાવાના ભાષાવતરણમાં આવેલા સ્થાનાના અક્ષરાનુક્રમ આઠ પૃષ્ઠમાં આપ્યા છે, પછી એક પૃષ્ઠમાં ઉદ્યાનાના અક્ષરાનુક્રમ આપ્યા છે, પછી ૪૨ પૃષ્ઠમાં પાત્રા અને રૂપકાને અક્ષરાનુક્રમ આપ્યા છે અને છેવટે વ્યંજનાના વિષયાનુક્રમ ૪૭ પૃષ્ઠમાં સ્વર સાથેના અનુક્રમથી આપવામાં ઘણા પ્રયાસ કર્યાં છે. આ અનુક્રમની વિષયસખ્યા ૧૫૪૭ ની થયેલી છે. તે વાંચતાં લેખકના પ્રયાસનું કાંઇક ભાન થઇ શકે તેમ છે.
આ બુકના વિષયાનુક્રમ પણ પ્રારંભમાં પૃષ્ઠ ૨૨ માં આપ્યા છે. આમુખ પણુ લેખકે લખ્યું છે. આર્થિક સહાયક શેઠે વાડીલાલભાઈ પુનમચંદનું જીવન પણ તેમણે જ લખ્યુ છે.
નિવેદન
આ બધી બાબતમાં લેખક ભાઈ માતીચંદ્રના પ્રયાસ જોતાં આજસુધી સભા તરફથી છપાયેલા અનેક પુસ્તામાં આ ગ્રંથનું સ્થાન પ્રથમ પંક્તિમાં આવે છે. આ બધા પ્રયાસ ચિત્તના ઉત્સાહથી અને આ ગ્રંથની વસ્તુ પરના અસાધારણ પ્રેમથી થયેલ હાવાથી તેને માટે વખતને કે મગજને ભાગ આપવામાં તેની લેખકે પાછી પાની કરી નથશે.
આર્થિક સહાયક ભાઇશ્રી વાડીલાલભાઇના અને ચિરંજીવીએ રતિલાલભાઈ અને ધીરજલાલભાઇ સદ્ગુણી હાવા સાથે પિતાના પગલે ચાલનારા હાવાથી તે જૈનવ'માં સારી અને ઉચ્ચ પરંક્તિમાં ગણાવાને ભાગ્યશાળી થયા છે. અમે આ પ્રસંગે તે બધુની સરખે સરખી જોડના પણ આભાર માનીએ છીએ.
પ્રારંભમાં આ ગ્રંથ વાંચવાની વાચકની જિજ્ઞાસાને ન રોકતાં આ નિવેદન ટૂંકામાં જ સમાપ્ત કરવામાં આવે છે.
શ્રી જૈનધમ પ્રસારક સભા
ભાવનગર.
પ્ર. શ્રાવણ શુદિ ૧૫
વિ. સં. ૧૯૯૫
Jain Education International
}
For Private & Personal Use Only
www.jainelibrary.org