________________
( ૧૦ ) શ્રી નરચંદ્ર જૈન જ્યોતિષ ભાગ ૨ જે. त्यज्येदुमूः क्रूर निवास दूषितं विवाहकाले । वहु दुःखदायकं पद प्रतिष्टा समयेपि ॥ निंदित कराद्य पादांतरितंतुसस्यात् ॥८॥ रवि वेधे च वैधव्यं कुज वेधे कुल क्षयं ।। बुद्ध वेधे भवबंध्या प्रवा गुरु वेधतः ॥१॥ अपुत्रा शुक्र वेधे न शोरे दाशी च दुखिता। राहु वेधे भवेद्वेश्या केतो स्वच्छंदचारीणी ॥२॥
ભાવાર્થ–સૈમ્ય ગ્રહ ને પાપ ગ્રહને વેધ હોય તે એકાર્ગલ તથા લત્તાપાત દેષ વર્ક કરીને શુદ્ધ લગ્ન જેવું. એ દોષ જેવા માટે સપ્ત શલાકા ચક કરવું. તે સપ્તશલાકા ચક બનાવવાની રીત એવી છે, કે સાત રેખા ઉભી અને સાત રેખા આધ કરીને પૂર્વ દિશામાં કૃતિકાને આદ્ય લઈને ચાર દિશામાં નક્ષત્ર મૂકવાં, અને જે દિવસનું લગ્ન જેવું હોય તે દિવસનું નક્ષત્રનું ચિન્હ જુદું કરવું, ને તે દિવસે જે જે નક્ષત્રપર જે જે ગ્રહ હોય તે તે પિતપોતાના નક્ષત્રપર મૂકવા. જે ચંદ્રમા તથા રાહ એક લીંટી પર આવે તે વેધ સમજે. એવી રીતે સામ્ય ને પાપ ગ્રહ એક લીંટીમાં હોય તે વેધ સમજ.
વળી વિશેષ ખુલાસાથી કહે છે. રોહિણી તથા અભિજીતને વેધ, પુનર્વસુ ને મુલને વેધ, ઉત્તરા ફાલ્ગણ ને રેવતીને વેધ, અને હસ્ત ને ઉત્તરાભાદ્રપદને વેધ સમજ. - પાપ ગ્રહ ને સૈમ્ય ગ્રહને વેધ હોય તે દુઃખ પ્રાપ્ત કરે, રવીને વેધ કન્યાને વિધવા કરે, મંગળને વેધ હોય તે કુળને ક્ષય કરે, બુધને વેધ હોય તે સ્ત્રી વધ્યા થાય, ગુરૂના વેધથી સંતાનને નાશ થાય, શુકના વેધથી સ્ત્રી પુત્રરહિત થાય, શનિશ્વરના વેધથી સ્ત્રીને દુઃખ થાય, રાહુના વેધથી વેધ્યાપણું થાય, અને કેતુના વેધથી સ્વછંદાચારી થાય. ૭૫-૮૨ ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org