________________
ચતુર્વિશ તીર્થકરેની સ્તુતિરૂપ ચતુર્વિશતિ સ્તવ ( રર) તથા સાવજો અરિહંતાગા વિગેરે સૂત્રે કહીને તેને અર્થ કાયેત્સર્ગ કરે અને તેમાં એક લેગસ્સ ચિંતવે. પછી કાઉસગ્ન પારીને શ્રુતજ્ઞાનાચારની વિશુદ્ધિને માટે સુહાવી ઈત્યાદિ સૂત્રે કહીને બીજે કાઉસગ્ગ પણ એક લેગસ્સ ચિંતવન યુક્ત કરે.
એ કાઉસગ્ગ પારીને જ્ઞાનાચાર, દર્શનાચાર અને ચારિક ત્રાચારનું નિરતિચારપણે સમાચરણ કરવાથી જેમણે ઉત્કૃષ્ટ ફળને પ્રાપ્ત કરેલું છે એવા સિદ્ધભગવંતની સ્તુતિરૂપ સિદ્ધાફુક્કાળ એ સૂત્ર કહે.
પૂર્વોક્ત ત્રણ કાર્યોત્સર્ગમાં ચારિત્રાચારની વિશુદ્ધિને માટે બે લોગસ્સને અને જ્ઞાનાચાર દર્શનાચારને માટે એક એક લેગસ્સને કાઉસગ્ગ કહ્યો તે ચારિત્રાચારની વિશેષતા હોવાથી સમજવું. તે વિશેષતાને માટે પૂર્વે યુક્તિ દર્શાવેલી છે.
એ પ્રમાણે ત્રણે કાત્સર્ગ કર્યા પછી સિદરતા કહેવાય છે. તેનું કારણ એ છે કે સકળકુશળઅનુષ્ઠાનનું ફળ સિદ્ધિપદ છે અને તેને પ્રાપ્ત કરનારા તે સિદ્ધ ભગવંત છે. જૈનધર્મ શાશ્વત સુખ યુક્ત મેક્ષફળને દેવાવાળો જિનેશ્વર ભગવતે કહે છે. તેનું આરાધન કરતા સતા મનુષ્યગતિ સંબંધી અને દેવગતિ સંબંધી સુખની જે પ્રાપ્તિ થાય છે તે ધાત્પત્તિને માટે ખેતી કરનારા કૃષિકારને ધાન્ય ઉપરાંત ખડની પ્રાપ્તિ પણ તેને માટે પ્રયાસ કર્યા સિવાય થાય છે તેમ સમજવી. એટલે એ અનુસંગત પળ છે. પરંતુ તે દેવગતિ મનુષ્યગતિ આશ્રયી સુખ પ્રાતે વિનશ્વર હોવાથી શાસ્ત્રકાર તેને ખરું સુખ કહેતા નથી. ગૌતમ સ્વામિએ ભગવંતને પુછ્યું છે કે “હે ભગવંત! સુખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org