________________
૩૯
સાતમી નર્ક પર્યત ગતિરૂપ જે પાપકર્મ બાંધ્યું હતું તે પૃષ્ઠ પાપકર્મ હતું જેથી તેના પશ્ચાત્તાપ વિગેરેથી સહજમાં ક્ષય થયું.” ઈતિ પ્રથમ સ્પષ્ટ પાપકર્મ દષ્ટાંત,
૨. હવે તેજ સેને સમૂહ જે દેરા વડે બાંધી લીધેલ હોય તે જ્યારે તે બંધ છોડીએ ત્યારે સોયે છુટી છુટી થઈ જાય તેમ જે કર્મ વિકથાદિ પ્રમાદ થકી ઉત્પન્ન થયેલા પ્રાણાતિપાતાદિ દેષે કરીને બાંધ્યું હોય તે આલોચના અને પ્રતિકમણે કરીને ક્ષય થાય તેને વદ પાર વર્ષ કહીએ. મૃગાવતિ અને અયમત્તા કુમારની જેમ.
શ્રી મહાવીર ભગવંતને વંદન કરવા માટે જે દિવસે ચંદ્ર સૂર્ય મૂળ વિમાને આવ્યા તે જ દિવસે સૂર્યાસ્ત સમયને ઉપગ વડે જાણીને સૂર્યને પ્રકાશ છતાં પણ ચંદનબાળા વિગેરે સાધ્વીઓ સમવસરણમાંથી નીકળીને પિતાને ઉપાશ્રયે ગઈ. પરંતુ મૃગાવતિ સાધ્વીને સૂર્યના પ્રકાશ વડે સૂર્યાસ્ત સમયને ઉપ
ગ ન રહેવાથી તે તે સમવરણમાં બેસી રહ્યા. રાત્રિ થેડીક વ્યતીત થઈ એટલે ચંદ્ર સૂર્ય સ્વસ્થાનકે ગયા. અંધકાર પસ એટલે રાત્રિ પડી ગઈ જાણીને તત્કાળ મૃગાવતિ સાવી ત્યાંથી ઉક્યા અને ઉપાશ્રયે આવ્યા એટલે ચંદનબાળા મુખ્ય સાધ્વીજીએ ઠપકો આપે કે “સાવીને રાત્રિએ ઉપાશ્રય બહાર જવું કે રહેવું ઘટત નથી.” મૃગાવતિ સાથ્વી ઇરિયાવહી પડિક્કમતાં પૂર્વોક્ત અપરાધને ત્રિકરણું શુદ્ધ ખમાવવા લાગ્યા. ખમાવતાં ખમાવતાં તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું.” અહીં મૃગાવતિ સાઇવીએ બાંધેલ કર્મ તે વદ પાપકર્મ જાણવું.
“અયમત્તાકુમાર” સ્થવિરની સંગાતે બહિર્ભુમિકાએ જતા હતા. વર્ષાઋતુ હેવાથી રસ્તામાં નાના નાના ખાબોચીઆઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org