________________
મારી પુત્રીને લાવી આપશે તેને તે પુત્રી પરણાવીશ.” રાજાનાં આવાં વચનથી રાજપુત્રીને પરણવાની લાલચે નિમિત્તિયાએ રાજપુત્રી કઈ દિશામાં અને ક્યાં છે તે કહ્યું. એટલે રથકારે આકાશગામી રથ બનાવે તેમાં બેસીને ચારે જણા ચાલ્યા. ત્યાં જઈને સહસ્ત્રી પુરૂષે તે ખેચરને હ. પછી રાજપુત્રી પાસે ગયા ત્યાં તે તેને મરણ પામેલી દડી, એટલે વૈદે જીવન ઔષધવડે જીવતી કરી. તેને લઈને રાજા પાસે આવ્યા એટલે રાજાએ કહ્યું “મેં એ કન્યા તમને ચારેને આપી.” ચારે જણા રાજપુત્રી પાસે આવ્યા એટલે તે બેલી કે “હું એકલી ચાર પુરૂષ સાથે પરાણું તે ઘટે નહીં માટે હું તે જે મારી સાથે અગ્નિમાં પ્રવેશ કરશે તેને પરશ.રાણી આટલી વાત કહીને બોલી કે “હે દાસી! કહે અગ્નિમાં પ્રવેશ કરીને કે તેને પરણશે?” દાસી કહે, “હું જાણતી નથી. તમે જ કહે.” રાણું કહે “કાલે કહીશ.” રાજા બીજે દિવસે પણ આ. એટલે રાણી બેલી કે-“ચારમાંથી નિમિત્તીયાએ જાણ્યું કે રાજપુત્રી મરણ પામવાની નથી, તેથી તેણે અગ્નિમાં સાથે પ્રવેશ કરવાનું કબુલ કર્યું. રાજપુત્રીએ પ્રચ્છન્નપણે સુરંગ ખોદાવી રાખીને તે જગ્યાએ જ ચિતા પડકાવી. ચિતામાં બંને સુતા પછી ઉપરથી અગ્નિ સળગાવ્યો એટલે બંને જણા સુરંગવાટે બહાર નીકળ્યા અને તેઓ પરણ્યા.”
દાસીએ બીજી વાત કહેવા કહ્યું એટલે વળી રાણી બેલી“એક સ્ત્રી કેઈક મહોત્સવ પ્રસંગે પિતાની પુત્રીને માટે સેનાના કડાં કેઈને ત્યાંથી તેના બદલામાં અનામત રૂપીઆ આપીને લઈ આવી અને પોતાની પુત્રીને પહેરાવ્યાં. મહત્સવ સમાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org