________________
20 THE SYSTEMS OF INDIAN PHILOSOPHY શરૂ કર્યો અને બીજી તરફથી ખોરાકના અખતરા શરૂ કર્યા; તે વખતે, તેઓએ પોતે આત્મકથામાં (ભાગ ૨, પ્રકરણ ૩, પૃ. ૯૩) કરેલ નિર્દેશ પ્રમાણે શ્રી વીરચંદ ગાંધી એ અખતરામાં એમની સાથે જોડાયા હતા. મહાત્માજીએ પોતાના સ્મરણમાં આ વાતનો નિર્દેશ કર્યો ન હોત તો સૌરાષ્ટ્રના આ બે ગાંધીના અંગત પરિચય વિશે આપણે કશું જાણી શકત નહીં. એટલે, વી. આર. ગાંધીની એક સાહસવૃત્તિનો અને ભાવી દર્શનનો નિર્દેશ કરવો જોઈએ. તે એ કે એમણે તે કાળે અમેરિકાના સર્વસાધાણ જનસમૂહ સમક્ષ કહેલું કેભારત, એ અત્યારે પરદેશી એડી નીચે દબાયેલ છે. સ્વાતંત્ર્ય હોય તો માત્ર ધાર્મિક ક્ષેત્રમાં. પણ જ્યારે ભારત સ્વતંત્ર થશે ત્યારે તે હિંસક માર્ગે કોઈપણ દેશ ઉપર આક્રમણ નહીં કરે; જાણે કે આ ભવિષ્યમ્ વાણીમાં મહાત્માજીના વિચારનો પડઘો ન સંભળાતો હોય !
સરિતકુંજ, અમદાવાદ-૯ તા. ૨૪-૧૨-૬૯
સુખલાલ સંઘવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org