SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વ. શ્રી વી. આર. ગાંધી વિશે કંઈ કે પ્રસ્તુત પુસ્તક The Systems of Indian Philosophy પ્રથમ વાર જ પ્રસિદ્ધિમાં આવે છે. આમાં સદ્ગત વી. આર. ગાંધીનાં ભારતીય તત્ત્વજ્ઞાન વિશેના ભાષણો સંકલિત છે, જે એમણે અમેરિકામાં, વિશ્વધર્મપરિષદ્ પહેલી વાર ભરાઈ તે વખતની યાત્રામાં, અમેરિકન સર્વસાધારણ શ્રોતાઓ સમક્ષ આપેલાં. પ્રસ્તુત પુસ્તકનું મૂળ લખાણ શ્રીયુત ગાંધીના હસ્તાક્ષરમાં જ લખેલું અત્યાર લગી અજ્ઞાત રહેલું, જે એમની જન્મશતાબ્દી સમયે, ભાગ્યવશ, મળી આવ્યું. એ ભાષણોનું સુચારુ સંપાદન ડૉ. કૃષ્ણકુમાર દીક્ષિતજીને હાથે થવા પામ્યું એ પણ એક સુયોગ જ ગણાવો જોઈએ. શ્રીયુત દીક્ષિતજી પાશ્ચાત્ય અને પૌરહ્ય તત્ત્વજ્ઞાનના ગંભીર અભ્યાસી છે, અને સંસ્કૃત, પ્રાકૃત, પાલિ આદિ પ્રાચીન ભાષાઓના પણ પ્રૌઢ વિદ્વાન છે. એમની ખાસ વિશેષતા એ છે કે તેઓ જે કાંઈ લખે, તે તદ્દન તોળીને સમભાવપૂર્વક અતિશયોક્તિ વિના જ લખે છે. Ο એમણે પોતે આ પુસ્તકના આરંભમાં એક વિસ્તૃત પ્રસ્તાવના લખી છે. કાંઈ પણ સમજદાર જિજ્ઞાસુ એ પ્રસ્તાવના ધ્યાનથી સમજવા પ્રયત્ન કરશે, તો શ્રીયુત ગાંધીનાં પ્રસ્તુત ભાષણોનું યથાવત્ મૂલ્ય આંકી શકશે. આ રીતે વિચારતાં તો મારે કાંઈ વિશેષ લખવાનું પ્રાપ્ત થતું જ નથી. છતાં હું શ્રીયુત વીરચંદ ગાંધી પ્રત્યેના અત્યંત ઊંડા આદરને કારણે અને શ્રી મહાવીર જૈન વિદ્યાલય જેવી મારી શ્રદ્ધેય સંસ્થા તરફથી આનું પ્રકાશન થતું હોવાને કારણે, કંઇક લખવા પ્રેરાયો છું. હું અનેક વર્ષો થયાં જૈન પરંપરામાં એક સૂર સાંભળતો આવ્યો છું; તે એ કે ધર્મ, તત્ત્વજ્ઞાન, સાહિત્ય, કળા આદિ સાંસ્કૃતિક વિષયોમાં જૈન પરંપરાએ કાંઈ ને કાંઈ નવું લખાવવાની પ્રવૃત્તિ કરવી. આવો સૂર પશ્ચિમીય સંસ્કૃતિના વિશેષ સંસર્ગમાંથી ઉદ્ભવ્યો છે; પરંતુ જૈન પરંપરાની એવી વૃત્તિ બંધાઈ છે કે કોઈ પણ લખાય કે લખાવાય, તો એને અંગ્રેજીમાં પ્રસિદ્ધ કરવું-કરાવવું. પાશ્ચાત્ય શિક્ષણ પામેલા અને કેળવાયેલા એ બધા જૈનોની એકસરખી અભિલાષા એવી જોવામાં આવી છે કે, જૈન પરંપરાનાં બધાં સાંસ્કૃતિક અંગો વિશે જે કાંઈ સામગ્રી હોય તે અંગ્રેજીમાં પ્રસિદ્ધિ પામે. આ અભિલાષા નિઃસંદેહ સારી કહેવાય. પણ તેનું પ્રેરક તત્ત્વ મુખ્યપણે દેખાદેખી અને અંગ્રેજી ભાષાના પ્રકાશન પ્રત્યેનું ઊંડી સમજ વિનાનું વલણ છે, એમ મને લાગે છે. એક બાજુ અંગ્રેજીમાં પ્રકાશન કરવા-કરાવવાની ચોમેર દેખાતી આવી ઉદ્દાત્ત અભિલાષા, અને બીજી બાજુ સર્વસાધારણની જ નહીં પણ વિશિષ્ટ અભ્યાસીઓ સુદ્ધાંની જિજ્ઞાસાને સંપૂર્ણપણે સંતોષે એવી અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલી કૃતિઓના વાચન તેમ જ અભ્યાસ તરફની એપરવાઈ; આ અસંગતિ વ્યાપારપ્રધાન જૈન 17 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002019
Book TitleSystems of Indian Philosophy
Original Sutra AuthorN/A
AuthorVirchand R Gandhi
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages212
LanguageEnglish
ClassificationBook_English & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy