________________
MAYDA WEWEILIhrew-wovOS VIR
૨૧૪ પ્રથમ સ્ત્રીરત્ન તરીકે સ્થાપવી. તેથી તેને આજ્ઞા આપી નહિ. આથી તેણે શ્રાવિકાવત ! ગ્રહણ કર્યું. | પ્રભુએ જ્યારે દીક્ષા ગ્રહણ કરેલી ત્યારે કચ્છ, મહાકચ્છ તથા જે અન્ય મનુષ્યો દીક્ષા ' લઈ તાપસ થઈ ગયેલા, કચ્છ-મહાકચ્છ સિવાય તે સૌએ પ્રભુ પાસે આવી પુનઃ દીક્ષા ગ્રહણ કરી. મરુદેવા માતા તો પ્રભુ માટે મુક્તિલક્ષ્મીને જોવા પ્રથમ જ મોક્ષે પહોંચી ગયાં છે. હતાં અર્થાત્ નિર્વાણ પામ્યાં હતાં. સેંકડો પુત્રપૌત્રોએ સંસારત્યાગ કર્યો, મરુદેવા માતાનું નામ નિર્વાણ થયું. આથી ભરત રાજા ખેદખિન્ન થઈ ગયા. ઇંદ્ર રાજાએ તેમને આશ્વાસન આપી છે શોકનું નિવારણ કર્યું “હે ભરત રાજા! આ સર્વ જીવો પરમાર્થ પામશે અને માતા તો સદાને માટે દુઃખમુક્ત થઈ ગયાં તેમાં શોક કરવાનો ન હોય.” ભરત મહારાજા સંતોષ પામી પ્રભુને વંદન કરી સ્વસ્થાને ગયા. ઇંદ્રાદિ પણ સ્વસ્થાને ગયા.
પ્રભુને વંદન કરી ભરત રાજાએ ચક્રરત્નની પૂજા કરી. શુભ મુહુર્તે ભરત મહારાજા છ ખંડ પર વિજય કરવા નીકળ્યા. ચક્રવર્તીનું પુણ્ય લઈને આવેલા એટલે તે આ કાર્ય તો કર્યું પણ મોક્ષગામી હતા ને ? તેથી સાથે સાથે ગામેગામે પ્રભુનાં ગુણગાન છે ગાઈ સૌને પ્રભુનો પરિચય આપતા હતા. છ ખંડ પર આધિપત્ય પ્રાપ્ત કરી ભરતી મહારાજા સાઠ હજાર વરસે પોતાના રાજ્યમાં પાછા ફર્યા. _ અહો ! સંસારની લીલા અને બાર વરસનું યુદ્ધ - ભરત મહારાજા છ ખંડની પૃથ્વી જીતીને આવ્યા પણ ચક્રરત્ન આયુધશાળામાં પ્રવેશ કરતું ન હતું. તેથી ભરત રાજાએ નિયમને આધીન થઈ પોતાના નવ્વાણું ભાઈઓને પોતાની આજ્ઞામાં રહેવાનો સંદેશો મોકલ્યો. બાહુબલી સિવાય અઠ્ઠાણું છે ભાઈઓએ એકત્ર થઈ વિચાર કર્યો કે આપણે શું કરવું? પિતા આપણને રાજ્ય વહેંચી ગયા છે અને ભરત રાજા પાછું માગે છે, માટે આપણે પિતાને જ પૂછીને ઉકેલ લાવીએ. આથી તેઓ ભગવાન પાસે ગયા.
ભગવાન પાસે તેમણે વાતનું નિવેદન કર્યું. ભગવાને તેમને વૈરાગ્યજનીત ઉપદેશ આપ્યો કે, “તમારે કેવું રાજ્ય જોઈએ છે ? આ રાજ્ય તો ક્ષણિક છે. આયુષ્ય પૂર્ણ થયે છોડવું પડશે અને તેનાં લાગેલાં પાપને ભોગવવા પડશે. તેના કરતાં મોક્ષનું રાજ મેળવો, છે જે શાશ્વત છે.”
Jain Education International
For Private & Personal Use Only