SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ G ક અને પશુઓમાં અન્યોન્ય સંઘર્ષ અને મારામારી થતાં. જ્યારે તેમના જીવન સરળ હતા છે ત્યારે કુલકર ‘હકાર' શબ્દ બોલતા અને વ્યક્તિને બોધપાઠ મળી રહેતો. આ શિક્ષા એ ભોળાજનો માટે હૃદયમાં ઘા કરી જતી. પરંતુ જનમાનસ હવે બદલાયું, પલટાતું હતું. = તેથી “માકર' શબ્દથી અપરાધીને દંડ મળતો કે આવું “મા કર’ તેમને માટે આ વેણ ઘણા છે કપરા હતા. અને યુગલિકો તેને સજા માની આજ્ઞામાં રહેતા. પરંતુ સંઘર્ષો વધ્યા અને ; 1 ધિક્કાર નીતિ પણ અમલમાં આવી. અપરાધીને ધિક્કારવામાં આવતો. અને અપરાધી આ રાંક બની જતો. છતાં જનમાનસમાં વિકૃતિની વૃદ્ધિ થતી ગઈ. આથી સૌ નાભિકુલકર પાસે આવ્યા. તેમણે સૌને આશ્વાસન આપ્યું કે તમારા સમાધાન માટે ઋષભને રાજા તરીકે નીમવામાં આવશે. યુગલિકોને આથી આશ્વાસન મળ્યું. સૌએ વાત વધાવી લીધી. ઋષભ પ્રથમ રાજા થયા. આ પ્રથમ રાજા : આદિમ પૃથ્વીનાથ = તે કાળે તે સમયે ઋષભદેવ પ્રથમ રાજા થયા. તેમનો રાજ્યાભિષેક કરવા શું કરવું તે યુગલિયાઓ જાણતા ન હતા. તેથી તેઓ પાણી લેવા ગયા. તે સમયે ઇંદ્રાસન - છે. કંપવાથી શક્રેન્દ્ર પોતાના અવધિજ્ઞાનમાં જોયું કે પૃથ્વી પર ભગવાન ઋષભદેવનો થી રાજ્યાભિષેક થવાનો છે. આથી પોતાનો આચાર સમજી તે તરત જ અન્ય દેવો સાથે || પૃથ્વી પર આવ્યા, અને દિવ્ય સિંહાસનની રચના કરી ભગવાનને સ્નાન કરાવીને, દિવ્ય વસ્ત્રાલંકારથી અલંકૃત કરી તેમનો રાજ્યાભિષેક કર્યો. પિતૃઆજ્ઞાને આધીન રહી તેઓ પ્રથમ રાજા થયા. પાણી લેવા ગયેલા યુગલિયાઓ પાછા ફર્યા ત્યારે તેઓ આ સર્વ દેવી દર રચના જોઈ આશ્ચર્ય પામ્યા. ભગવાનના દેહ પર પાણી કેવી રીતે ઢોળવું ? આમ પર વિચારી તેમણે તે જળ વડે પ્રભુના ચરણનું પ્રક્ષાલન કર્યું. આ જોઈને ઇંદ્ર પ્રસન્ન થયા કે તે યુગલિયાઓ વિનયવંત છે. પછી તેમણે કુબેરને આજ્ઞા કરી કે ભગવાન હવે રાજા થયા જ છે. તેમને યોગ્ય રાજમહેલો સહિત અહીં એક વિનીતા નામની નગરી વસાવો. તેમાં = આ સૌ માનવો પણ રહી શકે તેવી સુંદર હવેલીઓની રચના કરજો. S ઋષભદેવ પ્રથમ જ રાજા હતા. છતાં તેમણે વાત્સલ્યભાવે પ્રજાનું પાલન કરવા એ માંડ્યું. તેમણે એક વ્યવસ્થિત રાજતંત્રની રચના કરી. વળી હાથી, ઘોડા, બળદ જેવાં હું
SR No.002000
Book TitleKalpasutra Kathasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherPannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy