________________
૧૫૧
એ વાણીને પ્રેમપૂર્વક ધારણ કરતા. તેઓ વિચારતા કે શું ક્ષણિક પ્રમાદ આવો ભંયકર
છે ? જેને માટે ભગવાન મને પુનઃ પુનઃ ઇશારો કરે છે. મારે ભગવાન પાસેથી આનું સમાધાન જાણવું જરૂરી છે.
અત્યંત લઘુતાભાવે ગૌતમે ભગવાનને પૂછ્યું. “અંતે ! ક્ષણિક પ્રમાદ અપ્રમાદની સમગ્ર દશાને હરી લે છે ?” “હે ગૌતમ ! તમે બળતો દીવો જોયો છે ?” “હા ભંતે.” “દીવો બળે છે ત્યારે શું બને છે ?”
“ભતે ! અંધકારના પરમાણુઓ પ્રકાશમાં પરિવર્તિત થાય છે. એટલે વાતાવરણ પ્રકાશમય બને છે.”
“તે પ્રકાશ ક્યાં સુધી રહે છે ?” “અંતે ! જ્યાં સુધી દીવો જલતો રહે ત્યાં સુધી.” “અને દીવો ઓલવાઈ જાય તે ક્ષણે શું થાય છે?”
“ભતે ! તે જ ક્ષણે પ્રકાશનાં કિરણો અંધકારમાં પરિવર્તિત થાય છે. દીવાનું છે ઓલવાઈ જવું અને અંધકારનું પ્રગટ થવું તે એક સમયે બનતી ઘટના છે.” છે “ગૌતમ ! તે જ પ્રમાણે જે ક્ષણે પ્રમાદ આવે છે, તે જ સમયે પ્રમાદની દશાથી
ચિત્ત ઉપર આવરણ આવી જાય છે. જાગરણમાં, અપ્રમાદમાં ચિત્તનો અંધકાર દૂર થઈ છે. પ્રકાશરૂપે પ્રગટ થાય છે.
ચિત્તની જાગૃત દશામાં શુદ્ધિના સંસ્કારો પ્રબળ બને છે, જ્યારે ચિત્તની સુષુપ્ત દશામાં મલિનતાના સંસ્કારોનો પ્રભાવ વધે છે.
પ્રમાદ અવસ્થામાં અશુદ્ધિના સંસ્કારોથી ચિત્ત આવરાઈ જાય છે. ત્યારે પુણ્ય પણ છે પરવારી જાય છે.
મેઘકુમારનું જાગરણ [ સમ્રાટ શ્રેણિકના પુત્ર મેઘકુમાર ભગવાનના શાસનમાં દીક્ષિત થયા. દિવસ તો
For Private & Personal Use Only
www.jainelibrary.org
Plain Education International હૈઝલ