SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ વિજય સાઉન્ડ - NEW ૧૪૯ પ્રભુવચન પ્રમાણનો શ્રાવકનો અધિકાર જમાલિ પ્રભુ પાસે દીક્ષિત થયો, તત્ત્વનો જાણકાર થયો. પ્રતિષ્ઠા પામ્યો. સાથે જ છે ગર્વનું સ્થાન મળ્યું. અને એક સંથારાની નાનીસરખી ક્રિયામાં કેવી ભૂલથાપ ખાઈ ગયો. છે. ભગવાનના સિદ્ધાંતને ખોટો ઠરાવ્યો. પ્રભુથી જુદા પડી પોતાના સમુદાય સાથે નીકળી છે છે પડ્યો. સાથે મોહવશ આ પ્રિયદર્શના પણ જમાલિની જમાતમાં જોડાઈ ગઈ. છે. ભૂલ ઘણી મોટી હતી, છતાં પ્રભુના પુણ્યયોગ પામેલા જીવો કોઈ ક્ષતિથી ડૂબવા માંડે, તે છે ત્યારે મોડેવહેલે તરવાનો ઉપાય મળી રહે છે; એ જ તો પ્રભુના શાસનનો મહિમા છે. હું બારણે મારેલું તાળું, બારણા જેટલું મોટું નથી હોતું અને બંધ કરેલા તાળાની ચાવી તાળા જેટલી મોટી હોતી નથી. એમ ભૂલ મોટી પણ યુક્તિ તો નાની જ મળે છે. આ પ્રિયદર્શનાને નાની યુક્તિ મળી ગઈ. ભગવાનનો અનુયાયી એક ટંક હતો કુંભાર, પણ શ્રદ્ધાબળથી તેનામાં જે સમજ - એ પેદા થઈ હતી તેણે પ્રિયદર્શનાને ચેતવી દીધી. એક વાર તેમનો ડંકની શાળામાં ઉતારો ન હતો. આર્યાનું વસ્ત્ર સૂકાતું હતું. ઢકે આ પ્રસંગે ભઠ્ઠીમાંથી એક અંગારો વસ્ત્ર પર નાખ્યો. વસ્ત્ર બળવા માંડ્યું. આર્યા એકદમ ઊભાં થયાં અને બોલવા લાગ્યાં, “વસ્ત્ર : જે બળી ગયું, વસ્ત્ર બળી ગયું.” 2. તરત જ ઢંકે ત્યાં આવીને કહ્યું કે, “હજી આ વસ્ત્ર બળે છે, પૂરું બળી જાય ત્યારે એ બળી ગયું કહેવું તેમ તમારી માન્યતા છે કે કેમ છોડી દો છો ?” છે. આર્યા શિક્ષણ પામેલાં હતાં, તરત જ વાતનો દોર પકડી લીધો અને સમજી ગયાં છે છે કે, પોતે પતિની પાછળ સતી થવાનું હોય તેમ નીકળી પડ્યાં હતાં. પણ આ માર્ગ = ખોટો છે. અને ક્ષમાયાચના કરી પાછાં પ્રભુના શાસનમાં પ્રવેશ ગ્રહણ કર્યો. આ સંસારપણે ત્રિભેટે ઊભેલો જમાલિ, ભાણેજ, જમાઈ અને રાજકુમાર હતો. ને આખરે શિષ્યપણું પામ્યો હતો. પરંતુ પોતાના જ્ઞાનનું ગુમાન તેને કૃતજ્ઞતામાં લઈ ગયું , છે તે સર્વપ્રથમ નિન્દવ - પ્રભુની સામે પડ્યો. તે કાળે પણ જીવો સ્વચ્છંદના દોષે મળેલા છે ની ઉત્તમ યોગને અફળવાન બનાવતા હતા. સરકારક
SR No.002000
Book TitleKalpasutra Kathasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherPannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy