________________
૧૩૧
જો કોઈ એમ કહે કે આ સર્વ તો ઈશ્વરની લીલા છે, અર્થાત્ સર્વનો નિયંતા ઈશ્વર છે; તો ઈશ્વર એટલે શુદ્ધ સ્વભાવ. તે કરુણાસાગર હોય છે. એકને સુખ આપવાનો અને એકને દુઃખ આપવાનો વિકલ્પ તે કરે નહિ. અને ભગવાન કર્મ પ્રમાણે ફળ આપે છે એમ કહો, તો પણ ‘કર્મ' છે તેમ માનવું પડે.
એક પિતાના બે પુત્રોને સરખી મિલકત મળી હોવા છતાં એકની સંપત્તિ વધી જાય છે અને બીજો સંપત્તિ ગુમાવી દે છે. એક માતાએ બે પુત્રીને સાથે જન્મ આપવા છતાં એક રોગી રહે છે, બીજી નીરોગી રહે છે. એક રૂપાળી, બીજી કદરૂપી હોય છે. આ સર્વનું કારણ પૂર્વનાં કર્મ છે. એક માનવ મરવા માટે ઝેર પીએ છતાં મરતો નથી, અને જીવવા ઇચ્છતો માનવ ચિરવિદાય લે છે. પ્રકૃતિની વિચિત્રતા પ્રમાણે કર્મોની વિચિત્રતા હોય છે.
આમ જડ એવાં કર્મોમાં જીવનાં શુભાશુભ પરિણામ પ્રમાણે પરિણમવાની એક સ્વયં શક્તિ છે. અજ્ઞાન દશામાં કરેલાં શુભાશુભ કર્મોનું પરિણામ સમય પરત્વે મળ્યા કરે છે. એક માણસને ખબર નથી કે આ બાર્ટલી દવાની છે કે કોઈ ઝેરી પદાર્થની છે. તે દવા સમજીને પી લે તો પણ ઝેર તેનું ફળ આપી દે છે, અને અમૃત પીએ તો તેનું ફળ પ્રાપ્ત થાય છે. તેમ શુભાશુભ કર્મના ફળનું એક સાતત્ય સંસારમાં જીવમાત્રને રહ્યા કરે છે. અને તેથી હિંસાદિ દુષ્ટ કર્મો દ્વારા અશુભ કર્મનો બંધ થાય છે અને દાનાદિ દ્વારા શુભ કર્મનો બંધ થઈ તે તે કર્મો તે પ્રમાણે ફળ આપે છે.
આ પ્રમાણે પ્રભુના વચનશ્રવણથી અગ્નિભૂતિનો સંશય નષ્ટ થતાં તે તરત જ પ્રભુ પાસે પોતાના પાંચસો શિષ્યો સહિત દીક્ષિત થયા. તે ભગવાનના બીજા ગણધર થયા.
ગૌતમ શ્રી ઇંદ્રભૂતિ અને અગ્નિભૂતિ ભગવાનથી દીક્ષિત થયા તે સમાચાર બાકીના નવ પંડિતોને મળ્યા. તેમણે વિચાર્યું કે સમર્થ એવા બંને ભાઈઓ જો સર્વજ્ઞ ભગવાન મહાવીરના શિષ્ય થયા તો અમારું માનેલું સર્વજ્ઞપણું પોકળ હોવું જોઈએ. માટે આપણે પણ તેમનું શિષ્યત્વ સ્વીકારીએ તો આપણા સંશય દૂર થઈ આપણો ઉદ્ધાર થવા સંભવ છે. આમ વિચારી બાકીના નવ પંડિત ક્રમમાં પ્રભુના જ્ઞાન પ્રત્યે ૐ આકર્ષાયા અને સમાધાન પામ્યા. For Private & Personal Use Only
www.jainelibrary.org