SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ અનુકૂળ કે પ્રતિકૂળ છે. ભાવને આશ્રયીને કોઈ પણ પ્રકારના ક્રોધાદિ કષાય કે નોકષાયનો ભગવાનને પ્રતિબંધ ન હતો. અઢાર પાપો-દોષરહિત પ્રભુ હતા. ચાતુર્માસ સિવાય પ્રભુ સ્થિરવાસ કરતા ન હતા. અપકાર અને ઉપકાર કરનાર આ ' પ્રત્યે સમાન ભાવવાળા હતા. તૃણ અને મણિ પ્રત્યે સમાન દષ્ટિવાળા હતા. સુખદુઃખ સમાન ભાવવાળા હતા. જીવિત અને મરણમાં આકાંક્ષારહિત હતા. કર્ણોરૂપી શત્રુઓનો જ નાશ કરી સંસારસમુદ્રનો પાર પામવાવાળા હતા. આવા અસાધારણ ગુણોનાં ધારક શ્રમણ ભગવાન મહાવીર સત્ય, સંયમ અને તપને સારી રીતે આચરવાથી મુક્તિરૂપી ફળવાળા હતા. સમ્યગુ દર્શન, જ્ઞાન, ચારિત્ર રૂપી રત્નત્રય સ્વરૂપ, નિર્વાણમાર્ગ વડે = યુક્ત હતા. અનેક ગુણોના સમૂહ વડે આત્માને ભાવતાં ભગવાનને દીક્ષાકાળનાં બાર વરસ ને છ માસ પૂર્ણ થયાં હતાં. મૌનપણે સાડાબાર વરસ જંગલ, વન અને ઉપવનમાં પ્રભુ વિહરતા હતા. જનકલ્યાણ માટે કયારેક નગરીમાં પણ વિહરતા હતા. . ભગવાનનું નિર્લેપપણું - કાંસાનું પાત્ર જેમ જળથી લેવાતું નથી તેમ પ્રભુ કોઈના સ્નેહથી લેપાતા નથી. આ છે. શંખ રંગથી રંગાતો નથી તેમ પ્રભુ પણ કોઈ પ્રકારથી રંજિત થતા ન હતા - નિરંજન માં હતા. ગ્રામાનુગ્રામ વિહાર કરવા છતાં આકાશની જેમ આધારરહિત - સ્વાધીન હતા. - શરદ ઋતુના જળના જેવા પવિત્ર હતા. કર્મથી લેપાયા વગરના કમળ જેવા હતા. કાચબાની જેમ ઇંદ્રિયોને વશ રાખનારા હતા. અપરિગ્રહી અને અપ્રમાદી હતા. કર્મશત્રુઓને હણવામાં હાથી જેવા શૂરવીર હતા. મહાવ્રતના ભારને વહન કરવામાં ઋષભ જેવા હતા. સ્વીકારેલા તપસંયમમાં મેરુ પર્વત જેવા અચલ હતા. ને હર્ષવિષાદનાં કારણોમાં સાગર જેવા ગંભીર હતા. ચંદ્રમાની જેમ સૌને શીતળતા દેનારા હતા. સૂર્યની પેઠે જ્ઞાનરૂપ પ્રકાશવાળા હતા. શીતાદિ પરિષહોને પૃથ્વીની જેમ સહન કરનારા હતા. આ પ્રમાણે પ્રભુ નિર્લેપ હતા. ભગવાન મહાવીરની અપ્રતિબદ્ધતા ભગવાન મહાવીરને દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી કે ભાવથી જગતમાં કોઈ પ્રતિબંધ ન હતો. તે સદા સર્વદા અપ્રતિબદ્ધપણે વિહરતા હતા. San Education International For Private & Personal Use Only www.jainelibrary.com
SR No.002000
Book TitleKalpasutra Kathasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherPannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy