________________
Xilemon UCUZIL
UUUUUUUUU JUULULUULU
0 હંમેશાં પ્રતિમા ધરીને રહેવું. ૦ ગૃહસ્થનો વિનય-ઉપચાર ન કરવો. ૦ છઘસ્થ અવસ્થામાં પ્રાયે મૌન રહેવું. ૦ હાથમાં આહાર કરવો (કરપાત્રી).
૦ અપ્રીતિ થાય તેવા ઘરે રહેવું નહિ. વર્ષાકાળ પૂરો થતાં પ્રભુ ત્યાંથી વિહાર કરી ગયા.
પ્રભુનું અચેલકપણું
(દિગંબરત્વ) પ્રભુ દીક્ષિત થઈને વિચારતા હતા ત્યારે એક વરસ ને એક માસ પછી દક્ષિણ વાચાલની નજીકમાં સુવર્ણવાલુકા નામની નદીને કાંઠે ચાલતાં દેવદૂષ્યનો અર્ધો ભાગ, - કાંટામાં ભરાઈ જવાથી રહી ગયો. કેમ જાણે આગામી કાળમાં ધર્મશાસન કાંટાવાળું
શું થવાનું હોય ! પ્રભુ તો સહજપણે આગળ વધ્યા. ત્યાં એમ બન્યું કે પ્રભુએ જ્યારે પણ - વરસીદાન આપ્યું હતું ત્યારે સોમ નામનો દરિદ્ર બ્રાહ્મણ અન્યત્ર હોવાથી કંઈ લાભ જ પામી શક્યો ન હતો. તે પરદેશથી પણ ધનપ્રાપ્તિ વગર નિરાશ થઈને પાછો આવ્યો છે ત્યારે પત્નીએ ધમકાવ્યો કે, છે “તમારું ભાગ્ય જ ફૂટેલું છે. જ્યારે અહીં ધનવર્ષા થઈ ત્યારે પરદેશ રહ્યા, અને પણ નિર્ધનતા સાથે પાછા ફર્યા. છતાં હજી ભગવાન બહુ દૂર નહિ ગયા હોય. તેમની નિ પાછળ જાઓ અને મને મોં બતાવવા જેવું કંઈ કરીને આવો.”
બિચારો બ્રાહ્મણ આવ્યો હતો તેવો પાછો ઘરેથી જંગલ તરફ નીકળ્યો. તેણે જંગલમાં કાંટામાં ભરાયેલું દેવદૂષ્ય જોયું. તે લઈને હર્ષભેર નગરમાં ગયો. એ વસ્ત્ર વેચવા તે સોની પાસે ગયો. તે સોનીએ તેને કહ્યું કે જો તું બાકીનું અધું વસ્ત્ર લાવે અને તે તે બંનેને જોડી દઉં તો પૂરા એક લાખ સોનૈયા મળે. - ધનની લાલચે બ્રાહ્મણ તો નીકળ્યો. શોધતો પ્રભુ પાસે આવ્યો. પણ પ્રભુ તો સદાર
છે ધ્યાનમગ્ન રહેતા હોવાથી તે વસ્ત્ર માગી શક્યો નહિ. તેથી તેમની પાછળ પાછળ ( ફરવા લાગ્યો. એક વાર તે વસ્ત્ર (તેના ભાગ્યથી) સ્વયં સરી પડ્યું. ત્યારે તેણે તે વસ્ત્ર
in Education International
For Private & Personal Use Only
www.jainelibrary.