SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ Fણા જિજ્ઞાસુઓએ આ ગ્રંથના શ્રવણની ભાવના પ્રગટ કરી. તેના અનુસંધાનમાં આ થના વાચન માટે તે મેળવવા પ્રયત્ન કર્યો ત્યારે ઘણા પ્રયાસે એક સગ્રુહસ્થ પાસેથી મેં મળી આવ્યો. પાંચ દિવસના ગ્રંથશ્રવણ અને પ્રવચનથી શ્રોતાવક્તા સૌને આનંદ હૈયો. ત્યારે એવી ભાવના થઈ કે આ ગ્રંથ ગુજરાતી લિપિ અને સરળ ભાષામાં હોય તે લાભનું કારણ છે. યોગાનુયોગ એક જિજ્ઞાસુ દંપતીએ સરળભાવે ઉત્સાહપૂર્વક તેના શર્થસહયોગની ભાવના દર્શાવી આ કાર્યમાં અનુમોદના આપી. છે. છતાં અમદાવાદના પુસ્તક ભંડારમાં મોટી સંખ્યામાં અને સરળ ભાષામાં પુસ્તકાકારે થિ મેળવવા તપાસ કરી ત્યારે તેની પ્રાપ્તિ ન થતાં, પ્રસ્તુત ગ્રંથના લેખનની સહજ કુરણા થઈ. અને તેને દેવગુરુકૃપાપ્રસાદ માની પ્રસ્તુત ગ્રંથ-સંપાદનનું સાહસ થઈ ગયું. (સંગી મિત્રોને એ દેશમાં પોતાના નિવાસે આ ગ્રંથાવલોકનનો લાભ મળે તેવી માવનાથી પ્રેરાઈને આ કાર્ય હાથ ધર્યું હતું. લેખન સરળ ભાષામાં અને રસપ્રદ રહે નો ખ્યાલ રાખી થોડો સંક્ષેપ પણ કર્યો છે. ક્ષમાયાચના. છે ભારત દેશની સંસ્કૃતિ પુરુષપ્રધાન રહી છે. તેથી કેટલાક પ્રકારોમાં સ્ત્રીવર્ગનો ધિકાર મનાયો નથી. તે પ્રણાલીથી થંચિત્ આ સંપાદન માટે જાણતાં-અજાણતાં કોઈ વડીલ કે ગુરુજનોની ભાવના દુભાય તો ક્ષમાને પાત્ર માનજો. જોકે વીતરાગ હંગવાન મહાવીરના શાસનના મૂળમાં એવો કોઈ જાતિભેદ નથી. આ વિશાળ સનમાં ચંદનબાળા જેવાં સ્ત્રીરત્નો ઉચ્ચ સ્થાને મનાય છે. તેઓ સંસારત્યાગ કરી દ્ધ બુદ્ધ અને મુક્ત થયાં છે. આ કાળે તેનો અલ્પ વારસો સ્ત્રી-જગતને મળતો રહ્યો છે તે સદ્ભાગ્ય છે. તે વારસો દીપાવવો તે સુશ્રાવિકાઓનું કર્તવ્ય છે. છતાં અલ્પજ્ઞતાને શરણે પ્રસ્તુત સંપાદનમાં કોઈ શબ્દભેદ કે પાઠભેદ થવા પામ્યો હોય તો તેની ક્ષતિને સુંધારી લઈ સૌ ઉદારચિત્તે ક્ષમા આપશો તેવી અપેક્ષા છે. આ ગ્રંથલેખન કોઈ વિદ્વત્તાના પ્રદર્શન માટે નથી થયું પણ ધર્મપ્રભાવનાના ભાવથી થયું છે. કળશ્રુતિ છે. ગ્રંથલેખન કે સંપાદન એ સાધક અવસ્થામાં સાધનાનું ઉત્તમ અંગ બની રહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002000
Book TitleKalpasutra Kathasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherPannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy