________________
સમ્યગદર્શન–જ્ઞાન – ચારિત્રરૂપ ધ્યાન ૦ અગુપ્ત – પિતાના ધનમાલ ચેરાઈ જવાના ભયરહિત. ૦ અકસ્માત – અચાનક અકસ્માત થતાં શું થશે તેવા ભયરહિત.
આવા સાત પ્રકારના ભયથી સમ્યગદષ્ટિ આત્મા નિઃશંકનિશ્ચિત હોય છે.
પિતાને આત્મા આલેક છે, મેક્ષ પરલોક છે, આ અંતરમાં નિશ્ચય થવાથી તે આત્મા સંપૂર્ણપણે નિઃશંક બની જાય છે.
આત્માને મૃત્યુ નથી અને શરીરાદિ તે જડ છે, અનિત્ય છે. ગાદિ તે પુદ્ગલના પર્યાય છે, તેથી તેને મૃત્યુને અને રોગને ભય સતાવતું નથી.
પરને પિતાનું માનતા નથી, પૂર્વના યોગે કર્મને ઉદય થાય છે અને તે ફળ આપીને જાય છે, તેથી તેને અરક્ષાને કે ચોરીને ભય સતાવતે નથી.
આત્માને વિભાવદશા સિવાય કોઈ અકસ્માત નડતું નથી, તેથી અકસ્માતના ભયે આત્મા વિહળ થતો નથી.
નિકાંક્ષિત અંગ (આકાંક્ષારહિતપણું) સમ્યગદષ્ટિ આત્મા ઇંદ્રિયજન્ય સુખની આકાંક્ષાથી રહિત હોય છે. તેવાં સુખે પુણ્યયેગે પ્રાપ્ત હોવા છતાં અંતે તે દુખનું મૂળ છે તે વાતને તેને નિર્ણય થયેલ હોવાથી સમ્યગદષ્ટિ આત્માને નિરાકુળ સુખની પ્રાપ્તિ થાય છે.
નિર્વિચિકિત્સા અંગ (જુગુપ્સારહિતપણું)
દેહ તેના સ્વભાવથી જ અશુચિમય છે. ત્વચા વગરના દેહને વિચાર કરવાથી તે વાત સ્પષ્ટ થશે. તે દેહમાં આત્માનું શુદ્ધસ્વરૂપ પ્રગટ થવાની કેઈ અપેક્ષાએ સંભાવના હેવાથી તે પવિત્ર મનાય છે, તેથી જ્ઞાનીનું મલિન કે કૃશ શરીર જોઈ ગ્લાનિ કે તિરસ્કાર ન થાય તેમજ અન્યને વિષે પણ અભાવ ન થાય તે સમ્યગ્ગદષ્ટિ આત્માને નિવિચિકિત્સા ગુણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org