SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શનમાં ધ્યાન ૪૫. સુખનું ભાજન એવી એ દશા છે. શુભભાવ વડે એ દશાનું માહા ભ્ય ભજીએ તો આપણો આત્મા પણ પાવન થાય. તે માટે કેવળજ્ઞાનને મહિમા સમજ અને શ્રદ્ધ. “રાઇમાત્ર ઘટવધ નહીં, દેખ્યાં કેવળજ્ઞાન, હનિશ્ચય કર જાનકે, ત્યજીએ પરથમ * ધ્યાન.” –લાલા રણજિતસિંહ કૃત બહદ આલેચના ૨૧–૧૯. સૃષ્ટિની રચના અને કર્મસિદ્ધાંત એક અપેક્ષાએ એમ કહી શકાય કે આર્તરૌદ્રધ્યાની–અશુભધ્યાની આત્મા બહિરાત્મા છે. ધર્મધ્યાની-શુભધ્યાની આત્મા અંતરાત્મા છે. શુધ્યાની-શુદ્ધધ્યાની આત્મા પરમાત્મા છે, આર્ત-રૌદ્રધ્યાન નિરંતર કર્મબંધનું કારણ છે. ધર્મધ્યાન અને શુક્લધ્યાન મુક્તિનાં કારણ મનાયાં છે. કર્મબંધનથી છૂટવા, મુક્તિરૂપ શુક્લધ્યાન સુધી પહોંચવા ધર્મધ્યાન એ વિશ્રામસ્થાન જેવું છે. ત્યાંથી કેમ કરીને સાધક આગળ વધે છે. સુષ્ટિમંડળમાં રહેલા પ્રાણીમાત્રના વિકાસની ભૂમિકાએ વિચારીએ તે આત્મા અને કર્મસિદ્ધાંત, તેનાં પરિણામે એ અગત્યના મુદ્દાઓ છે. આ તને છોડીને જગતના કોઈ પણ તત્વનું, પ્રાણનું કે પ્રકૃતિનું અસ્તિત્વ વિચારવું કે સંશોધન કરવું શક્ય નથી. જેનાગમસૂત્રમાં છ સિદ્ધાંત વડે આત્મા, કર્મ અને મુક્તિનું તત્વ નિરૂપણ કર્યું છેઃ આત્મા છે. – શુદ્ધતત્ત્વ-અસ્તિત્વ.. આત્મા નિત્ય છે,– શાશ્વત તત્વ. આત્મા કર્મ કર્તા છે, – વિભાવના કર્તાપણના સ્વીકારથી. નિશ્ચયથી નિજસ્વરૂપને કર્તા સ્વીકાર્યો. * પ્રથમ આર્તધ્યાન–બટું ધ્યાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001995
Book TitleDhyana Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year1989
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Dhyan, & Yoga
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy