________________
"૩૦
ધ્યાનઃ એક પરિશીલન વળી ગ્રંથિવાળું છે. રેશમના દોરાની ગાંઠ અને વળી તે ઉપર તેલ લાગ્યું હોય તે તે છોડવી દુઃસાધ્ય બને છે, તેમ જીવન મલિન હોય, પ્રપંચમાં રાચતું હોય, તે વડે મિથ્યાભાવની ગ્રંથિઓથી રૂંધાયેલું હોય તે તેમાંથી છૂટવું દુ:સાધ્ય બને છે. નિપ્રપંચ અને નિર્મળ જીવન ધ્યાનમાગને અનુરૂપ થાય છે. તેમાં નિષ્ઠાપૂર્વક વર્તવાનું કઈ વિરલા સાધકને જ સૂઝે છે. જેઓ પાત્રતા સહિત, - સન્નિષ્ટ થઈ, મહાન પ્રયત્ન દ્વારા અવકાશ મેળવે છે, તેમને જ્ઞાની મહાત્માને વેગ વહેલ મેડે કે એ છે-વધતે, જરૂર મળી રહે છે. દષ્ટિ-પરિવર્તન પછી શું બને છે?
સાચે ધ્યાનસાધક આત્મા સાવધાનપણે જીવવામાં પ્રયત્નશીલ હોય છે. નિદ્રા જેવી ક્રિયામાં પણ થાકીને ઘસઘસાટ નિદ્રાધીન થતું નથી કે જેથી ચેતના સુષુપ્ત થઈ જાય. તે સ્વપ્નમાં સ્વપ્નરૂપ થઈ જતું નથી કે સ્વપ્નના પદાર્થોને સત્ય માનવા જે બેહોશ રહેતું નથી. નિદ્રામાં અને સ્વપ્નમાં ચેતના સુષુપ્ત થતી નથી, પણ મુખ્યત્વે જાગ્રત રહે છે.
આવે સાધક વ્યાવહારિક પ્રસંગમાં, મનમોટાઈમાં અટવાતે નથી, અલૌકિક આનંદમાં ઓતપ્રોત થઈ જતો નથી, વ્યાવહારિક ફરજને સભાનતાથી પૂરી કરે છે. જેમ કેઈ ગરીબ વ્યક્તિ શુભ
ગે શ્રીમંત થાય ત્યારે તેનાં ઘર, બહાર, ઊઠવા, બેસવા વગેરે સર્વકિયામાં પરિવર્તન આવે છે, તેમ ધ્યાનમાર્ગના ઉપાસકની બાહ્ય અને અંતરંગદશામાં આમૂલ અને અપૂર્વ પરિવર્તન આવે છે, તે તેના અનુભવની પ્રતીતિનું ફળ છે. | મનમાં રહેલા સૂક્ષ્મ દેને ધર્મની બાહ્ય કિયા વડે ઢાંકી શકાતા નથી. જેમ કે દાન આપીને માન મેળવવાની આકાંક્ષા વડે ધનવાંછના કે પરિગ્રહવૃત્તિને દેષ દૂર થતું નથી. પગમાં વાગેલા કાંટાને સોય જેવા સાધન વડે કાઢી શકાય છે, ત્યાં કાતર કાર્યકારી થતી નથી, તેમ દોષને કાઢવા ધર્મભાવ, જાગૃતિ, સમતા, પ્રેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org