________________
* ૧૪
ધ્યાન એક પરિશીલન મહાવીર પ્રભુને ઉપદેશ છે કે સાધુ (સાધક) વિવેકથી બેસે, વિવેકથી ઊઠે, વિવેકથી ચાલે, વિવેકથી બેલે, વિવેકથી આહાર લે, એમ સર્વ ક્રિયા વિવેકપૂર્વક કરે. માનવ માટે કેવળ ખાવું, પીવું, હરવું કે ફરવું તેમાં આત્માનું શ્રેય નથી, તેવા જીવનનું કંઈ મૂલ્ય નથી. વિવેકનો અર્થ કેવળ “આ કરવું અને આ ન કરવું, તેટલે મર્યાદિત નથી. વિવેકને અર્થ વિશદતાથી વિચારતાં તેમાં સતત આત્મજાગૃતિ પણ આવી જાય છે. તે મુક્તિનું એક અમેઘ સાધન છે. દેહભાવથી અને મને ભાવથી ઉપર ઊઠી જવું તે અપ્રમાદ છે. તેને મન પૂર્વ પ્રારબ્ધયેગે જે કંઈ ક્રિયા થાય છે તે સહજ છે, અને તેને જ્ઞાનીઓ સહજ સમાધિ કહે છે.
આત્માની ચેતનાના પ્રકાશ વગર મોટામેટા તેજના ગોળાની ‘ઉપસ્થિતિ હોવા છતાં દશ્ય પદાર્થો ચક્ષુગોચર થતાં નથી, આ નિમિત્ત – નૈમિત્તિક સંબંધ છે. ચેતનાને પ્રકાશ ચક્ષુને સહાયક છે, પરંતુ આ ચક્ષુદર્શન દેહજન્યભાવથી આવરિત છે, વળી તે ભાવની પાછળ મનની સ્મૃતિને ભૂતકાળ પડ્યો છે. તેથી બાહ્ય પદાર્થને સંસ્કારજન્ય વિષયાકારે જેવાથી ચેતનાની શક્તિને હાશ થાય છે. વિવેક દ્વારા બાહ્ય પદાર્થની સાથેનું સાધકનું તાદાભ્ય શમે, સુખબુદ્ધિ છૂટે તે ચેતનાશક્તિ સઘન થાય, જાગ્રત થાય.
જેમ સૂર્યના કિરણને કાચમાં સંગૃહીત કરવાથી અગ્નિ પેદા થઈ શકે છે, તેમ ચેતનાની શક્તિ સંગ્રહીત થવાથી એક મહાન આત્મબળ પેદા થાય છે, તે સત્તામાં રહેલા દોષને – કર્મોને નાશ કરે છે અને નવા દેને અટકાવે છે. સાધક આંતરબાહ્ય સમતુલા જાળવે છે. આ જ તેનું સામાયિક છે. સામાયિકની શુદ્ધ પ્રક્રિયાથી જીવન પરમવિશુદ્ધ થાય છે.
ધ્યાન-સાધકને જીવનમાં કશું પ્રાપ્ત કરી લેવાની ઉત્કટતા થતી નથી. પિતાની અંતરઅવસ્થાને યથાર્થપણે ઓળખી લે છે અને બાહ્ય સંગોને પણ પારખી લે છે.
ચેતનાની શથિી બાહ્ય પદાર્થના
બુદ્ધિ સરા, બાધ પદાર્થની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org