________________
૨૪૦
ધ્યાનઃ એક પરિશીલન તને ક્યાંય સુખ-શાંતિ પ્રાપ્ત થયાં નથી. માટે નિર્ણય કર કે આ લેકમાં ક્યાંય બહાર સુખ નથી. મારું સુખ મારા અંતરમાં આત્મામાં રહ્યું છે. તે સર્વ ઇચ્છા કે વાસનાના શાંત થવાથી પ્રાપ્ત થાય છે. આ લેક નવ પદાર્થોથી સ્વયંરચિત છે તેનું ચિંતન કરવું. ૧૧. બાધિદુલભભાવનાઃ
હે જીવ! અનંતકાળના પરિભ્રમણમાં દુર્લભ એવા બેધિરનના અભાવે તે મહાદુઃખ પામ્યો છું. તને મનુષ્ય દેહ, ઉત્તમ કુળ, સદ્દગુરુને બેધ મળવા છતાં બધિરૂપ રત્નત્રયની પ્રાપ્તિ કેમ થઈ નહિ તેને વિચાર કર. આ દેહાધ્યાસ અને પદાર્થમાં સુખની આકાંક્ષારૂપ મિથ્યાભાવને કારણે હે જીવ! બેલિબીજની પ્રાપ્તિ તું કરી શક્યો નથી. સર્વકાળને વિશે તેની દુર્લભતા મનાઈ છે. અનેક જનમની આરાધનાના બળે તેની પ્રાપ્તિ સુલભ બને છે. હે જીવ ! સ્વરૂપ લક્ષ્ય તું સર્વજ્ઞના ધર્મમાં પૂર્ણ શ્રદ્ધા રાખી સશુરુની આજ્ઞામાં વત્યે જા, તે તને બેધિ પ્રાપ્ત થતાં સર્વ દુઃખને અંત આવશે. સંસારના પરિભ્રમણથી મુક્તિનું મૂળ સાધન બધિરત્ન છે. માટે હે જીવ! એની જ ઉપાસના કરવી. ૧૨, ધર્મદુલભભાવના: | હે જીવ! જગતમાં તને ધનસંપત્તિના જોરે કે પુણ્યબળે ઈચ્છિત પદાર્થો પ્રાપ્ત થશે પણ ધર્મ પ્રાપ્ત થે અતિ દુર્લભ છે. જગતમાં રખડતા જીવને ધર્મ જ સાચે સન્મિત્ર છે. સર્વજ્ઞ ભગવાને જીને દુઃખથી મુક્ત કરવા ધર્મમાર્ગ બતાવ્યું છે. સદ્ગુરુઓને ઉપદેશ શ્રવણ કરી તે માર્ગમાં પ્રવર્તવું ઘણું દુર્લભ છે, છતાં હે જીવ! તને કે વીતરાગ ધર્મ પ્રાપ્ત થયું છે? તે તારું સૌભાગ્ય છે કે માનવદેહ ધારણ કરીને નિર્ચથને ધર્મ મળે છે. માટે હવે પ્રમાદ છોડી જાગૃત થા અને સર્વ દુઃખેથી મુક્ત થવા સ્વરૂપની પ્રાપ્તિરૂપ શુદ્ધ ધર્મનું આરાધન કર, નહિ તે આ રતનચિંતામણિ જે મનુષ્યભવ નિષ્ફળ જશે, માટે શાશ્વત સુખના કારણરૂપ ધર્મમાર્ગમાં પ્રવર્તન કર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org