________________
પ્રાચીન પૂર્વાચાર્યોને ધ્યાનસાધના વિષયક ઉત્તમ બેધ ૨૩૧ શરીરને સૂક્ષ્મ કે મેટું કરવું) ઈન્દ્રિયની સિદ્ધિ, જેમ કે દૂરશ્રવણ વગેરે પ્રાપ્ત થાય છે.
(૯) સ્વાધ્યાયઃ વેદાધ્યયન (શાસ્ત્રાધ્યયન), ઈષ્ટમંત્રને જાપ, સ્વાધ્યાયને સાધનાર વાણીને તથા મનને નિયમિતરૂપે સ્થાપે છે, તથા મંત્રના અધિષ્ઠાતા ઈશ્વરનું અનુસંધાન કરે છે તેથી ઈશ્વરના અનુગ્રહ દ્વારા સહજમાં તત્વજ્ઞાન થાય છે. ઉપરાંત સર્વ દેવ, ત્રાષિાઓ અને સિદ્ધો યેગીને આધીન રહે છે. આ સિદ્ધિની ખાતરી સ્વાનુભવથી થાય છે.
() ઈશ્વરપ્રણિધાન : સાધક નિરંતર ઈષ્ટરૂપે ઈશ્વરતત્વનું અનુસંધાન કરે છે. પોતે કતૃત્વથી રહિત છે તેવી ભાવના કરે છે. સર્વ કર્મોને પરમગુરુ પરમાત્મા વિષે અર્પણ કરે છે. ફળની ઈચ્છા રહિત નિષ્કામપણે, ધર્મ સમજીને કર્મો કરે છે.
ગીને ઈશ્વર-અનુગ્રહથી સમાધિની સિદ્ધિ થય છે. તેથી યેગી શ્રવણ-મનન કાળે, સર્વ ધ્યેય-પદાર્થને યથાર્થ રીતે જાણે છે. તે પછી ઈશ્વરાનુગ્રહથી સાક્ષાત્કાર થાય ત્યારે તે યથાર્થ સ્વરૂપે તે વસ્તુને વિષય કરે છે. તેથી ઈશ્વરપ્રણિધાન કે અનુગ્રહ વૈરાગ્ય દ્વારા, સંપ્રજ્ઞાત સમાધિની સિદ્ધિને હેતુ છે. તે પછી અસંપ્રજ્ઞાત સિદ્ધિ પરવૈરાગ્ય દ્વારા થાય છે. અન્ય ગાંગેની રૂડે પ્રકારે સિદ્ધિ ઈશ્વરપ્રણિધાનથી થાય છે.
પરમાર્થથી, પ્રાણવાન યથાર્થ ઉચ્ચારણ સહિત, તેના વાચ્યાર્થ રૂપ ઈશ્વરનું ચિંતન તે ઈશ્વરપ્રણિધાન. તેના સેવનથી સમાધિ અને તેના ફળરૂપ મેક્ષપ્રાપ્તિ થાય છે. વ્યાધિના અંતરાયને અભાવ તથા ચેતનાને સાક્ષાત્કાર થાય છે. ૩. આસન :
સ્થર્યને-નિશ્ચલતાને સંપાદન કરનાર અને અવયને વ્યથા ન કરનાર જે આસન હોય તે યુગના અંગરૂપ છે. આસને ઘણું પ્રકારનાં છે. તેમાં મુખ્ય ચાર છેઃ (૧) સિદ્ધાસન (૨) પદ્માસન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org