________________
પ્રાચીન પૂર્વાચાર્યોને ધ્યાનસાધના વિષયક ઉત્તમ બેધ ૨૨૫
કષાયરૂપી દાહને શાંત કરવા આત્માનું ધ્યાન ઉત્તમ સરેવર છે, તથા કષાયરૂપી શતને દૂર કરવા માટે આત્માનું ધ્યાન અગ્નિ સમાન ઉપકારી છે. (૧૮૯૭)
જેવી રીતે પરાજયના ભયથી બળવાન વાહન પર આરૂઢ રાજા, પ્રજાની રક્ષા કરે છે તેમ કષાયરૂપી પરાજયના ભયથી સમતાભાવરૂપી વાહન પર આરૂઢ થઈને આત્મધ્યાનરૂપી રાજા રક્ષા કરે છે. (૧૯૯૯)
જેમ સુધાની વેદના અન્નથી શાંત થાય છે તેમ વિષયની આકાંક્ષારૂપી વેદના આત્મધ્યાન વડે શાંત થાય છે. તૃષાને જેમ શીતળ જળ શાંત કરે છે તેમ વિષય-તૃષ્ણને આત્મધ્યાન શાંત કરે છે.
–શ્રી ભગવતી આરાધના, ૧૮૯૪ થી ૧૯૦૦ જે પદાર્થને બુદ્ધિથી નિર્ણય થઈ શકે છે તે પદાર્થમાં જીવને શ્રદ્ધા થાય છે, તથા જે પદાર્થમાં શ્રદ્ધા થાય છે તેમાં ચિત્ત લય થાય છે. શ્રદ્ધા જ ધ્યાનનું બીજ છે.
–શ્રી સમાધિશતક, ૯૫ જે મહાત્મા સમભાવની ભાવના કરે છે, તેની તૃષ્ણાઓ શીધ્ર નાશ થાય છે, અજ્ઞાન ક્ષણભરમાં દૂર થાય છે, ચંચળ ચિત્તરૂપી સપ” નાશ પામે છે.
–શ્રી જ્ઞાનાર્ણવ, ૧૧-૨૪ સર્વએ સમતાભાવને જ ઉત્તમ ધ્યાન કહ્યું છે, તેને પ્રગટ થવા માટે જ સર્વ શાસ્ત્રોને વિસ્તાર છે,
–શ્રી જ્ઞાનાવ, ૧૩–૧૪ વિતરાગ સાધુના ચિત્તમાં એક એવો અપૂર્વ પરમાનંદ પ્રગટે છે કે તેની સમક્ષ ત્રણેકનું અચિંત્ય ઐશ્વર્ય પણ તૃણ સમાન જણાય છે.
-શ્રી સારસમુચ્ચય, ૧૮–૨૩
૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org