________________
પ્રાચીન પૂર્વાચાર્યોને ધ્યાનસાધના વિષયક ઉત્તમ બેધ
૨૨૩ ધ્યાનમાં મન સ્થિર ન રહે ત્યારે સ્વાધ્યાય કરે. આમ ધયાન અને સ્વાધ્યાયના અભ્યાસથી પરમાત્માનું સ્વરૂપ પ્રકાશિત થાય છે.
–તત્ત્વાનુશાસન, ૮૧ દઢ ચિત્તથી ચરિત્રનું પાલન કરનાર મિક્ષાર્થી મહાત્માઓએ એવા સિદ્ધાંતનું સેવન કરવું કે હું સદા, શુદ્ધ ચૈતન્ય તિસ્વરૂપ છું. રાગાદિ ભાવોનું ઉત્પન્ન થવું તે મારું સ્વરૂપ નથી, તે સર્વે પર છે.
–શ્રી સમયસાર કળશ, ૧૮૫ હું મમત્વને પરિવનું છું અને નિર્મમત્વમાં સ્થિત રહું છું, આત્મા મારું આલંબન છે અને બાકીનું સર્વ હું તજું છું.
–શ્રી નિયમસાર, ૯૯ સૌ ભૂતમાં સમતા મને, કો સાથે વેર મને નહિ, આશા ખરેખર છેડીને, પ્રાપ્તિ કરું છું સમાધિની.
–શ્રી નિયમસાર, ૧૦૪ વધારે શું કહેવું! નિર્દોષ ધ્યાનની સિદ્ધિને માટે કે વિચારવાન સાધક માટે કર્યજનિત રાગાદિના ભાવથી રહિત એક સમતાભાવને અંગીકાર સેવ ઉચિત છે.
–પમનંદિપંચવિંશતિ–સાધચંદ્રોદય અધિકાર, ૪૧ હે આત્મન ! તું ચૈતન્યસ્વરૂપ શુદ્ધાત્માનું પ્રતિક્ષણ સ્મરણ કર, જેના વડે શી કર્મક્ષય થાય છે.
–તત્ત્વજ્ઞાનતરંગિણું, ૧૩/૨ જે કઈ મહાત્મા ભયાનક સંસારરૂપી મહાન સમુદ્રથી નીકળવા ચાહે છે તેણે કમરૂપી ઇંધનેને નાશ કરવા પોતાના શુદ્ધ આત્માનું ધ્યાન કરવું તે ચારિત્ર છે. - મિથ્યાદર્શન, અજ્ઞાન, પુણ્ય કે પાપ એ સઘળાં મન, વચન, કાયાથી ત્યજીને ભેગી યેગમાં સ્થિર રહે, મૌનવ્રતની સાથે આત્માનું ધ્યાન ધરે.
–મોક્ષપાહુડ, ર૬-૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org