________________
૨૧૪
ધ્યાન : એક પરિશીલન અર્થાત્ પિતે જુદો છે, ત્યારે ભયશેકાદિની નિવૃત્તિ થાય છે. તે સાધક કૈવલ્યને અભિમુખ થાય છે, પણ તે જ ક્ષણે તેને કૈવલ્યની ઉપલબ્ધિ થઈ જતી નથી; એ વિવેકસાક્ષાત્કારમાં વચ્ચે વચ્ચે પૂર્વ-- સંસ્કારવત્ વૃત્તિઓનું વ્યુત્થાનફુરણ થાય છે. તે સંસ્કારને, અભ્યાસથી સમૂળગે નાશ થાય છે ત્યારે વૃત્તિઓ સ્કુરતી નથી. તેથી ઉત્પન્ન માત્ર વિવેકસાક્ષાત્કારવાળા યેગીએ પણ વ્યુત્થાનસંસ્કારને નાશ કરવા માટે પ્રયત્ન કરવો જરૂરી છે. સમ્યગદર્શનને આધાર અનુભવ :
તસ્વાર્થી શ્રદ્ધાનં સમ્યગ્દર્શનમ આગમ ઉપરાંત યુક્તિ દ્વારા પ્રાપ્ત થયેલ બૌદ્ધિક સ્તરની તત્વપ્રતીતિ અને શ્રદ્ધાને અહીં સમાવેશ થાય છે, પરંતુ શ્રદ્ધા અને પ્રતીતિ પૂરતાં નથી. તે થયા પછી આત્મા અને દેહના ભેદની અનુભૂતિ થતાં “સમ્યગદર્શન’ થયું ગણાય. તે પહેલાં સમ્યફ શ્રદ્ધા હોય છે, તેને આધાર આસવચન અને બૌદ્ધિક પ્રતીતિ છે. સમ્યગ્દશનને આધાર અનુભૂતિ છે. આગમન અને અનુભવ આ ત્રણના સુમેળથી વિશુદ્ધ તત્વપ્રાપ્તિ થાય છે.
આપ્તવચન ઉપરના વિશ્વાસથી અને તર્ક દ્વારા મળેલું આત્મા અને પરના ભેદનું જ્ઞાન ગમે તેટલું ઊંડું હોય તોય તે બૌદ્ધિક સ્તરનું હેવાથી, તે એ ભેદની દઢ પ્રતીતિ જન્માવી શકતું નથી કે જેથી નિબિડ રાગદ્વેષની ગ્રંથિ ભેદાઈ જાય. એટલે જ સ્વ-પરના ભેદને સાક્ષાત્કાર કરાવતા અનુભવને સમ્યગુદશનનું પ્રથમ સ્થાને કહ્યું. આત્મા અને કાયાના ભેદનો સાક્ષાત્કાર તે સમ્યગ્દશન.
સ્વ-પરના ભેદની સ્વાનુભૂતિ દેહાત્મબુદ્ધિરૂપ રાગદ્વેષની જડને જ ઉખેડી ફેકી દે છે, તેથી તેની સાથે મેહનું આખુંય વિષવૃક્ષ તૂટીને ઢગલે થઈ નીચે પડે છે અને કમશઃ તે કરમાઈ સુકાઈને નષ્ટ થઈ જાય છે. આથી અનુભવ અર્થાત પારમાર્થિક સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પછી જન્મમરણની પરંપરા અનિયત્ કાળ સુધી નથી શકતી નથી. અર્થાત્ ભવભ્રમણની સીમા અંકાઈ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org