________________
ઉપસંહાર
૧૯૧
૦ જૈનદર્શનમાં આજે વિધિવિધાનોનું સ્વરૂપ
જૈનદર્શનમાં સમ્યજ્ઞાન દર્શનચારિત્રના એકત્વને મેક્ષમાગ કહ્યો છે. ખરેખર તે તે ધ્યાનની અવસ્થા જ છે. જો કે આરાધના ક્ષેત્રે તે પ્રકારે જવલ્લે જ જોવામાં આવે છે અને બાહ્ય આડંબરવાળા ક્રિયાકાંડે દૃષ્ટિગોચર થાય છે. શાસ્ત્રોમાં તે બાર પ્રકારના તપમાં ધ્યાનને શ્રેષ્ઠ તપ અર્થાત્ આત્યંતર તપ લેખવામાં આવ્યું છે. પરંતુ બાહ્ય તપ સિવાય અન્ય પ્રકારે જાણે કે વિસ્મૃત થઈ રહ્યા હોય તેવું જણાય છે. ધર્મધ્યાનના વિવિધ પ્રકારના સોળ * ભેદોને તેના ક્રમમાં ભાગ્યે જ અનુભવપૂર્ણ અભ્યાસ થતો જોવામાં આવે છે. તે પછી તેની પ્રત્યક્ષ સાધના ક્યાંથી જોવા મળે ? આવી હીનદશા થવાનું એક કારણ ગૃહસ્થમાં–સ્ત્રી-પુરુષમાં તત્ત્વને અભ્યાસ વિસારે પડ્યો છે, એ હેવા છતાં સંભવ છે. યશોવિજયજી ઉપાધ્યાયે સાચું જ કહ્યું છે કે, - ધામધૂમે ધમાધમ ચલી, મૂળ મારગ રહ્યો દૂર રે.”
વળી સામાયિક અને પ્રતિકમણના ષડાવશ્યક જેવાં અંગો, ભાવપૂજા કે જ૫ જેવાં અનુષ્ઠાનેનું ધ્યાનમાર્ગમાં સહાયભૂત થાય તેવું યથાર્થ માર્ગદર્શન ભાગ્યે જ જોવા મળે છે. અત્યારે અનેક પ્રકારનાં અનુષ્ઠાને થાય છે ખરાં, પણ તેમાં ધામધૂમ અને બાહ્ય ક્રિયાનું પ્રાધાન્ય જ સવિશેષ જોવા મળે છે અને આત્માર્થ આદિ મૂળ પ્રયજન ગૌણ થતું જોવા મળે છે.
જ્ઞાની પુરુષોએ આ કાળને પંચમકાળ અર્થાત્ ઊતરતે કાળ કહ્યો છે. તેથી સ્વાભાવિક છે કે આ ગહનમાર્ગના ઉપાસકે અતિ અલ્પ સંખ્યામાં હોય અને અષ્ટાંગયોગ પ્રમાણે કે જૈનાચાર પ્રમાણે પંચમહાવતે કે આચારનું યથાર્થપાલન પણ ભાગ્યે જ સંભવે. તે પછી આગળની ઉત્કૃષ્ટ ભૂમિકાના યોગીઓનાં દર્શન દુર્લભ હોય તેમાં શું આશ્ચર્ય છે !
* સોળ ભેદે વિષે પરિશિષ્ટમાં જુએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org