________________
ઉપસ હાર
૧૮૫
સુધી તે દશા કેવળ વર્ણનથી સમજવી સંભવ નથી. એક દૃષ્ટાંતથી તે સ્થિતિને સમજવા પ્રયત્ન કરીએ. કોઈ માણુસના શરીરમાં જ્યારે વીજળીના આંચકા લાગે છે; ત્યારે તે જ ક્ષણે શરીરમાં આત્માના પ્રદેશે પ્રદેશે અને રામે રેશમમાં ઝણઝણાટી પ્રસરી જતી અનુભવાય છે, અને તેની અસર કે તેના અનુભવ રહી જાય છે, તેમ ચિત્તની સ્થિરતામાં વૃત્તિ, પરિણામ, પર્યાય કે ઉપયોગ શાંત થઈ જાય છે ત્યારે નિર્વિચાર-નિવિકલ્પ ક્ષણના ઝબકારા થઈ જાય છે. તેની અનુભૂતિ સમગ્ર પ્રદેશે પ્રદેશમાં પ્રસરી જાય છે. તે અનુભૂતિનું સત્ત્વ તે જ્ઞાતાદ્રષ્ટાપણું છે. ત્યાર પછી શુભાશુભ સંસ્કારાના કે કર્મના ઉદય આવે તેપણ આત્મજ્ઞાનની ધારા જળવાઇ રહે છે. પરિપૂર્ણ પ્રતીતિભાવે, દીકાળના સેવનના ફળરૂપે કે તેના યથા ક્રમના આરાધનથી ધ્યાનદશાને આવે અનુભવ આત્મસાત્ થાય છે. એમ અનુભવીઓનુ કહેવું છે અને તે અનુભવથી સમજાય તેવું છે.
સામાન્ય સાધકને અલ્પ પાની મૂડી હાથ આવે તે પછી તેણે તેના રક્ષણ અને વૃદ્ધિ માટે સત્સંગમાં, સ્વાધ્યાયમાં ભૂમિકા અનુસાર શુભધ્યાનમાં વ્રતાદિકના ગ્રહણમાં, અને જિજ્ઞાસાની પ્રબળતા માટે સત્પ્રસંગેામાં વધારે સમય ગાળવા અને વ્યવહારના ઉદયમાં સભ્યપ્રકાર કે સંક્ષેપ કરીને વર્તવું.
જો કે નિવિચાર કે નિવિકલ્પ ધ્યાનની સાધનામાં ચિંતન, ભક્તિ, લેખન તથા સ્વાધ્યાય જેવી શુભક્રિયાએ કચિત્ અવરોધ કે અસ્થિરતાનાં ઉત્પાક તત્ત્વા અની જાય છે, છતાં અપ્રમત્તદશાવાન મુનિઓ કે જ્ઞાનીએ સિવાય સાધકને માટે તેા એ શુક્રિયાએ અવલંબનરૂપ છે. એ ખ્યાલમાં રાખવું કે ધ્યાનદશામાં વધુ સમય ટકી શકાય નહિ ત્યારે શુભભાવામાં પ્રયત્નશીલ રહેવામાં ન આવે તે પરિણામે તીવ્ર ચંચળતા પામી અશુભભાવામાં પડી બહિર્ગામી અને છે. ધ્યાનમા શ્વાસપ્રશ્વાસની જેમ અનિશ સેવવા માટે છે. હું આવાં મહાન કાર્યો માટે જ જન્મ્યો છું, અને આ માનવદેહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org