________________
ધ્યાનપ્રવેશની ભૂમિકા
૧૬૧ અત્યંત શાંતિ હોય છે. વાતાવરણમાં શુદ્ધતા હોવાથી ચિત્તસ્થિરતામાં શુદ્ધિ અને એકાગ્રતા સહજ થઈ શકે છે. છતાં સાધકે ભૂમિકા પ્રમાણે સમયનું આયોજન કરવું. તેમાં નિયત સમય અને નિયત ક્રમ રાખ. આટલે વહેલે અનુકૂળ ન હોય તે સવારે ૫ થી ૭ ની વચ્ચે અને સાંજે ૯ થી ૧૦ ની વચ્ચેનો સમય ગોઠવી લેવો. જેમ જેમ રુચિ વધે તેમ તેમ સમય વધારતા જવું.
આ માર્ગની સાધનામાં જીવન પૂર્ણ થાય તે પણ તે ન્યૂન છે. છતાં ગૃહસ્થ સાધકે નિત્ય એકથી ત્રણ કલાકને સમય ફાળવવો.
અનંત વાર દેહને અથે આત્મા ગાળે છે, જે દેહ આત્માને અર્થે ગળાશે તે દેહે આત્મ-વિચાર જન્મ પામવા યોગ્ય જાણી, સર્વ દેહાથની કલ્પના છેડી દઈ, એકમાત્ર આત્માર્થમાં જ તેને ઉપયોગ કરે, એ મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય જોઈએ.”
–શ્રીમદ્ રાજચંદ્રજી બહેને વહેલી સવારને અને બપોરને સમય ગોઠવી શકે. મન વ્યગ્ર રહે કે શાંતિ ન હોય તે બેસવાને સમય ભારરૂપ લાગે છે. મનની સ્થિરતા રહે તે નિયત સમય ગઠવવે. તે સમયે જાગ્રત રહેવું. પ્રમાદ અને સુસ્તી ત્યજવાં. ૦ દેહશુદ્ધિ અને હળવાપણું
દેહના બાહ્ય સાધન વડે આ પરમધ્યેય સાધ્ય કરવું છે, તેથી દેહની શુદ્ધિ માટે ગૃહસ્થ સ્નાન કરવું ઉચિત છે. છેવટે હાથ-પગ અને મુખની શુદ્ધિ કરી લેવી. વસ્ત્રો શુદ્ધ, ઢીલાં અને સફેદ રાખવાં. ધ્યાનમાં બેસતાં પહેલાં સુસ્તીથી મુક્ત થવા તથા શરીરની જડતા દૂર કરવા પાંચેક પંચાંગ નમસ્કાર કે સૂર્યનમસ્કાર અથવા હળવાં એક-બે આસને કરવાં, જેથી દેહ શિથિલ થતાં ધ્યાનની મુદ્રામાં સ્થિરતા રહેશે. ૧૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org