________________
ધ્યાનપ્રવેશની ભૂમિકા
-
-
આત્માની ઉપાદેયતાની રુચિવાળા હશે.
અહમ્ અને મમત્વ પ્રત્યે ઉદ્દાસીન હશે. આત્મકલ્યાણના અને મુક્તિના અભિલાષી હશે.
સાધકનું જીવન આવા સદ્ગુણાથી સંપન્ન હશે, તે પછી ધ્યાનના અભ્યાસકાળમાં તેના ઘણા અંતરાયે સહેલાઈથી દૂર થઇ જશે.
૦ પ્રથમ કદમ સાચી દિશામાં ઉપાડવું
ઉપરનું કથન જોઈ કોઈને પ્રશ્ન થાય કે કદાચ મૂંઝવણ પણુ થાય કે, આ તે કપરું કામ છે. જેમ લાડુ બનાવવા ઘી, ગળપણુ, લાટ ઈત્યાદિ સાધનસામગ્રીની જરૂર રહે છે તેમ દરેક કાર્ય સિદ્ધ થવા તેને યાગ્ય સામગ્રીની આવશ્યકતા રહે છે. લેટને બદલે કેઈ કુશ્તીના લાડુ બનાવે તો ગોળ અને ઘી બગડે, તેમ ધ્યાનમા માં પ્રવેશ પામવા હાય, અને જો મન અશુદ્ધ, જીવન દંભી, વ્યવહાર અસમતાલ કે ચિત્ત ચંચળ હાય તે ધ્યાનના યથાર્થ અભ્યાસ સંભવ નથી. અસંગતપણે કરેલા પરિશ્રમ કુશ્તીના લાડુ જેવા થાય છે.
૧૫૯
એક વાર આ માની જિજ્ઞાસા જાગે અને સાચી દિશામાં પ્રથમ કદમ ઊપડે તે પછી ખીજાં કદમ ઉપાડવાં મુશ્કેલ નથી. આ મા` જ એવા છે કે આત્માની સભાનતા થતાં યાગ્ય વાતાવરણ, મા દશક સત્સ ંગ કે સત્પ્રસંગ જેવાં સાધને તેને આકર્ષી લે છે. એક વાર આત્મશક્તિના નિર્ણય, સાચા સુખની અભિલાષા અને સત્ પુરુષની શ્રદ્ધા થવી જોઈએ. પછી જેમ જેમ સાધક આગળ વધશે તેમ તેમ આત્મશક્તિ અનવરતપણે પ્રગટતી જશે અને સહેજે સહેજે ધ્યાનમા નુ ક્રમિક આરાધન થતું રહેશે. એ આરાધન જ જીવનના પ્રાણ બની રહેશે.
શરીરના પોષણ માટે જેમ આહારાક્રિને નિત્યક્રમ હોય છે તેમ અંતરંગના, જીવનશુદ્ધિના કે પરિભ્રમણુસમાપ્તિના માગે સાધનાના ઉપક્રમ તે નિત્યક્રમ બની જવા જરૂરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org