________________
૧૫૬
ધ્યાન ઃ એક પરિશીલન કે મધ્યસ્થતા છે તે ચૈતન્યભાવ-પ્રજ્ઞા છે. જે સંકલ્પ આદિ કે વિચારેની શ્રૃંખલા સંગ પ્રમાણે બદલાયા કરે છે તે આત્મવિચારની શ્રેણિ નથી, તેમાં સંગે અને કાળ આદિના પરિબળને કારણે અબોધતા હોય છે. કેવળ વિચારોથી કે સંગેથી મપાય તે “સ” નથી. સત્ એ શુદ્ધ અસ્તિત્વ છે. ધ્યાનની નિષ્કપ - દશામાં તેને અનુભવ થાય છે.
સામાન્યતઃ સ્થૂળ ભૂમિકાએ આપણું અભિવ્યક્તિ વિચાર અને વાણી દ્વારા થાય છે, આ પ્રવૃત્તિઓનું ચાલકબળ જે સ્વાર્થ, મમત્વ, અહમ કે આકાંક્ષાઓ પર આધારિત હોય તે અભિવ્યક્તિ પણ તેવા પ્રકારે થાય છે. આત્મપ્રદેશનું તેના સંગે કંપન થતાં બંધ-અનુબંધ થયા કરે છે. જ્યાં સુધી આવી પ્રવૃત્તિઓ અને પ્રકૃતિઓનું શમન થાય નહિ ત્યાં સુધી સુખ-શાંતિના પ્રયત્ન નિરર્થક છે.
થાનના અભ્યાસ વડે યથાર્થ પુરુષાર્થ થાય તે મનની ચંચળતા શાંત થાય છે અને દુષ્ટ પ્રવૃત્તિઓ છૂટતી જાય છે. આગળની ભૂમિકાએ ચિત્ત પ્રશાંત થતું જાય છે. ધ્યાનમાં ચિત્તની દશા નિષ્કપ રહે છે. ધ્યાનાંતર થયા પછી પણ જ્ઞાની જ્ઞાનની ઉપાસનામાં રત હોય છે. ધ્યાન અને જ્ઞાનરૂપ તે પરિણામની અસર આત્મામાં સંવેદનરૂપે રહેતી હોવાથી સાધક-જ્ઞાનીને સમગ્ર વ્યવહાર વ્યગ્રતારહિત, સમ્યક્ પ્રકારે સહજપણે થતું રહે છે. જ્ઞાન ધારાની ચોકી જ એવી રહે છે કે ઉપગની શુદ્ધતા ટકી રહે છે, એ જ ચિત્તની સ્થિરતા છે; અને એને પ્રગાઢ અનુભવ એ ધ્યાનસમયની ચિત્તની નિષ્કપ દશા છે, અને એ જ્ઞાનીજનેના જ્ઞાનને વિયષ છે. તેનું ચિંતન-મનન એ સાધકે માટે કલ્યાણકારી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org