________________
૧૪૦
ધ્યાન : એક પરિશીલન સ્થૂલ–સૂમ નિઓમાં દેહ ધારણ કર્યા જ કરે છે. દેહ ધારણ કરી દેહાધ્યાસ સેવી વળી પાછો દેહ ધારણ કરે છે. પ્રાણીસૃષ્ટિમાં એક માનવદેહમાં જ વિશિષ્ટ વિચારશક્તિવાળું મન હેવાથી તે વિચારી શકે છે, “જીવનું (મારું) કલ્યાણ કેમ થાય?” છતાં દીર્ઘકાળના દેહસુખ અને રક્ષણની બુદ્ધિ કે સંજ્ઞાને કારણે દેહભાવદેહાધ્યાસ એટલે પ્રબળ છે કે આ વિચાર જ કઈ વિરલ જીવને આવે છે અને કવચિત્ જીવ દેહભાવથી છૂટવાને પ્રયાસ કરે છે. એ માટે પૂર્વ–પૂર્વનું આરાધનબળ કામ કરે છે.
આ યુગમાં એકાદ સદીના પહેલાના સમયમાં શ્રી રમણ મહર્ષિ સત્તર વર્ષની યુવાવયના પ્રારંભમાં જ દેહભાવથી ઉપર ઊઠી ગયા હતા, એ વાત લેકપ્રસિદ્ધ છે. કેવળ “હું કોણ” એવા અંતરના અવાજે આત્માને જાગ્રત-જાગ્રત કરી દીધું. એ અવાજ કઈ કારણથી, પ્રલેભનથી કે સમાજ-કુટુંબના બંધનથી પ્રતિબંધિત ન થયે. અવાજ ઊઠયો કે તત્ક્ષણ તેના વિચારમાં ઊંડા ઊતરી ગયા કે “હું કેણ?” અને આ દેહ શું? અને દેહને શબવત્ સાક્ષીભાવે જોઈ રહ્યા. કેઈ તેને ફેંકી દે તે પહેલાં પિતે જ તેને માનસચેતનામાં ફેંકી દીધે; અને તેમને સંસાર સ્વપ્નવત્ થઈ ગયે. તેઓ સ્વયં કુરણ સહિત પરમાત્માને સહારે એકાકી ચાલી નીકળ્યા. સત્તત્ત્વ આત્મતત્ત્વ એવું સઘન, શુદ્ધ અને સૂમ છે કે પૂરેપૂરું કર્સટીમાંથી પસાર થાય, પૂર્ણ પણે સમર્પિત થવા તત્પર થાય ત્યારે પરમાત્મા તેને સ્વીકારે છે અને પોતે જ પરમતત્ત્વને પામે છે. આ માર્ગની સહજ વ્યવસ્થા જ એવી છે.
શ્રી રમણ મહષિ મંદિરના ઓટલે દિવસો સુધી નિર્વસ્ત્ર, નિરાહારીપણે પ્રભુભાવમાં ખોવાયેલા રહ્યા. અણસમજું બાળકેએ પાગલ ગણું તેમના પર મળમૂત્ર ફેક્યાં, પથ્થર માર્યા અને જીવજંતુઓએ ફેલ્યા, છતાં તેમનું દેહ પ્રત્યે લક્ષ ગયું નહિ. કારણ કે દેહને તે તેઓ ફેંકીને જ ઘરેથી નીકળ્યા હતા. હવે જે બચ્યું હતું તે આત્મભાવ અને પરમાત્મભક્તિ હતાં. છતાં આવા ઉપસર્ગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org