________________
મેક્ષ પ્રત્યે પ્રવર્તન એ યોગ છે
૧૩૫ જે હેતુ હોય છે તેવું તેનું પરિણામ આવે છે. છતાં નાડીસંસ્થાનની શુદ્ધિ અને સ્થિરતા જેવા લાભની પ્રાપ્તિ થાય છે. આત્મલક્ષી સાધકે મૂળ હેતુને લક્ષમાં રાખી આવશ્યક અવલંબન લેવું અને આગળ વધવાની ભાવના રાખવી; કારણ કે, ગાભ્યાસ ધ્યાનમાર્ગનું અગત્યનું અંગ છે. ૦ વેગનું સામર્થ્ય
योगः सर्वविपद्वल्ली; विताने परशुः शितः
अमूलमत्रतत्र च, कार्मण निवृत्ति श्रियः ॥५॥ દુનિયાની નાના પ્રકારની વિપત્તિઓના સમૂહરૂપ વેલીઓને કાપવા માટે વેગ એક તીક્ષ્ણ ધારવાળા કુહાડા સરખે છે, અને મોક્ષલક્ષમીનું મૂળ, મંત્ર અને તંત્ર વિનાનું વશીકરણ છે.
भूयासोऽपि हि पाप्मानः प्रलय यांति योगतः
चंडवाताद् घनघना, घनघनघटा इव ॥६॥ જેમાં પ્રચંડ પવનથી ઘણી ઘાટી પણ વાદળાંની ઘટા વિખરાઈ જાય છે (નાશ પામે છે), તેમ ભેગના પ્રભાવથી ઘણું પાપ હોય તે પણ તેને પ્રલય (નાશ) થઈ જાય છે.
क्षिणोति योगः पापानि, चिरकालार्जितान्यपि,
प्राचितानि यथैधांसि, क्षणादेवाशुशूक्षणिः ॥७॥ ઘણું વખતથી એકઠાં કરેલાં ઈંધણોને (લાકડાંઓને) પ્રબળ અગ્નિ એક ક્ષણવારમાં બાળીને ભસ્મ કરી શકે છે, તેમ ઘણું કાળથી પેદા કરેલાં કર્મોને (પાપને) પણ પેગ ક્ષય કરે છે.
(કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય રચિત યોગશાસ્ત્રમાંથી) ૦ ગાભ્યાસ વડે આત્મવિશુદ્ધિ
વર્તમાન સમયમાં આત્માની દશા અશુદ્ધ હોવાને કારણે, સામાન્યપણે જીવને ધ્યાનમાર્ગમાં સ્વયં સહજ અંતઃકુરણ પ્રગટ થતી નથી. આત્મા અનંત સામર્થ્યને સ્વામી હોવા છતાં દીર્ઘકાલીન અનેક પ્રકારની અસત્ ગ્રંથિઓથી, અન્યભાવથી અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org