________________
મન શુદ્ધિ અને સ્વ-નિરીક્ષણ
૧૧૫ આત્મા અને પરમાત્માની (નિજરૂપ સ્વરૂપની) વચમાં મન (પૂર્વસંસ્કાર–પૂર્વકર્મો) એ એક રેખા છે. મન જે શુદ્ધ થાય તે તે, મન મટીને અંતરાત્મા થાય છે અને અંતરાત્માની પરમશુદ્ધતા તે પરમાત્મપદ છે.
મનશુદ્ધિ માટે મનનું પરીક્ષણ પણ ખૂબ જરૂરી છે, નિરીક્ષણમાં તટસ્થતા અને પરીક્ષણમાં સજગતા જરૂરી છે. રાગાદિભાવે પળેપળે વર્તતા રહે, ચિંતનધારામાં વિક્ષેપ કરતા રહે, ભૂતકાળની
સ્મૃતિઓ સતાવે કે ભાવિ કલ્પનાઓ પરિણામને દૂર-સુદૂર લઈ જાય, ત્યારે પરીક્ષણ કરીને તેનાથી મુક્ત થવું. પૂર્વના સંસ્કાર અને આ જન્મના ગૃહિત સંસ્કારે બળવત્તર થાય ત્યારે મનને એકવાર જે પદાર્થ રૂચા હોય છે તેની માંગ તે વારંવાર કર્યા જ કરશે. તે માંગને વિવશ થવું તે આસક્તિ છે; છતાં નિરીક્ષણ અને પરીક્ષણના બળે, પૂર્વ આરાધનના સુસંસ્કારે વડે વિવેકપૂર્વક સાધક, પરાધીન દશામાંથી પાછો વળે છે. તેમ છતાં કેઈ વાર વિવશતા જેર કરી જાય ત્યારે આદ્રભાવે શ્રી આનંદઘનજીના પદનું અનુસંધાન કરી પરમાત્માને પ્રાર્થના કરવી કે હે પ્રભુ! તમે જેમ તમારું મન વશ કર્યું તેમ મારું મન કરે, જેથી હું તેના સત્યને માણી શકું. ૦ સ્વનિરીક્ષણની વિશાળતા અને સફળતા
મન એ અનાદિકાળના–ભૂતકાળના શુભાશુભ સંસ્કારને પંજ છે, મોટું સંગ્રહસ્થાન છે. તેમાંથી અનેક પ્રકારના સંસ્કારને તે વહેતા મૂકે છે. પિતાનું મન હેવા છતાં માનવ જવલ્લે જ તેનાથી પરિચિત હોય છે. હું કંઈ જાણું છું, સમજું છું એમ પ્રસંગોપાત્ત એ કહે છે ત્યારે પણ તેમાં સંસ્કારરૂપ આવેગેનું તે પરિણામ હોય છે. વિવેકસહિત તટસ્થભાવે જે સૂક્ષ્મ અવલોકન કરીએ તે મનને સાચી રીતે સમજી શકાય છે.
તીવ્ર ક્રોધ-કપટ જેવા અશુદ્ધ ભાવોથી આવરિત, પ્રપોથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org