________________
મનઃશુદ્ધિ અને સ્વ-નિરીક્ષણ
૧૧૧ નથી. આવા જ ધર્મકિયાના અનુસંધાને કંઈક નિયમ લે તે પણ મન શાંત ન થાય. સાચી સમજ વડે, બેઘ વડે અને અભ્યાસ વડે, કેમ કરીને મન શાંત થાય છે. જ્ઞાની પુરુષોએ મનને પિતાને અધીન કર્યું છે. એક આત્મતત્વની લય લાગે તે મનનું શમન સહજ બને છે. વિષયારસ વિષ સરિખે લાગે ચેન પડે નહિ સંસારે જીવન મરણ પણ સરખું લાગે, આતમ પદ ચિહે ત્યારે.
અલખ નિરંજન આતમજ્યતિ.
શ્રી બુદ્ધિસાગરજી કૃત. આવાં પદો વડે પણ સ્વનિરીક્ષણના પાઠ શીખવાનું બને છે. આ પદે પિતાની જાત તપાસવાનાં માપકર્યા છે. શું વિષ અને શું અમૃત તેનું ભાન કરાવે છે. ૦ પક્ષપાતી મનનું નિરીક્ષણ કેવું હોય છે?
સામાન્ય રીતે માનવ ચર્મચક્ષુ દ્વારા એટલે કે પૂર્વના અસતુ સંસ્કાર દ્વારા જગતના પદાર્થોને નિહાળે છે. અહીં સાધકે અંતરચક્ષુ વડે અંતરને નિહાળવાનું છે. સામાન્ય માનવને આવા નિરીક્ષણની ભૂમિકા જ હતી નથી અને તેથી તે અન્યનું નિરીક્ષણ અને પરીક્ષણ કરશે, અન્યના દેશે જોશે, લઘુતા-ગુરુતા ગ્રંથિથી પીડાશે, પણ પિતાની જાતનું નિરીક્ષણ નહિ કરે. કેવળ કલ્પનાઓ કરશે કે હું કે ગુણવાન, કીર્તિવાન, ધનવાન, રૂપવાન કે બળવાન છું; અથવા જે સાધનસંપત્તિ રહિત હશે તે વિચારશે કે હું જગતમાં સૌથી દુઃખી, હતભાગી, રેગી કે નબળું છું. તેથી ધર્મક્ષેત્રમાં જશે તે ત્યાં હું કેવો ત્યાગી, દાની, ધમી કે સંયમી છું તેમ વિચારશે. આમ સર્વ પરિસ્થિતિમાં “હું ઊભું રહે છે, ત્યાં અપક્ષપાતી નિરીક્ષણ થતું નથી. ધ્યાનમાર્ગમાં આવું નિરીક્ષણ ગ્રાહ્ય નથી. પિતાની જાતને જેવી છે તેવી નિર્વસ્ત્રપણે જેવી. સ્વઅચાવ રહિત, ગુણોને સહીને, દોષને છેદ કરીને જેવી તે—બિનપક્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org