________________
મનની ગતિવિધિ
મન:શુદ્ધિ
અને સ્વ-નિરીક્ષણ
ભારતના સર્વદર્શનના આચાર્યોએ અને દ્રષ્ટાઓએ એક વાત કહી છે કે, સંસારનાં સુખદુઃખાદિનું કારણ મનની અધોમુખતા, બહિર્મુખતા કે અશુદ્ધતા છે. એ મનને જીતવું અતિ દુષ્કર છે. માટે પ્રથમ મનને શુદ્ધ કરે, શાંત કરે કે સંયમમાં રાખે. તે પછી સાચા માનવજીવનને પ્રારંભ થાય છે. દ્રવ્ય મન, – સ્થૂલ મન – બાહ્ય મન જડ છે તે આત્માના ચેતનાના ઉપયોગ વડે સંચરિત થાય છે.
આત્મા તે સ્વયં શુદ્ધ અને ચેતનગુણવાળે છે. જડ મન આત્માનું શું બગાડી શકે ? દ્રવ્યમના ભાવમનના – આત્મઉપયોગ વડે સંચારિત થાય છે. જે તે બાહ્ય વિષયમાં ભમે તે જીવને બંધનરૂપ છે અને અંતરમુખ થાય તે મુક્તિનું સાધન બને છે.
આત્મા તત્વતઃ શુદ્ધ હોવા છતાં વર્તમાનની અશુદ્ધદશાનું કારણ મન-વચન-કાયાના અશુદ્ધ યોગ છે, તેમાં મનની કષાયરૂપ અશુદ્ધિની મુખ્યતા છે.
શ્રી આનંદઘનજીએ સત્તરમા શ્રી કુંથુન નાથ ભગવાનના સ્તવનમાં મનની વિવિધ ચેષ્ટાઓ બતાવી છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org