________________
L
S
F
$
$
5
$
F
$
_F
5
$
.
$
F
$
| મુક્તિબીજ નવતત્ત્વ : હોડીનું તથા સરોવરનું દષ્ટાંત
સમસ્ત વિશ્વમાં જાણવા યોગ્ય તત્ત્વ નવ છે. તેમાં ચેતન દ્રવ્ય જ્ઞાનગુણ || પ્રધાન છે. સમુદ્રમાં નાવડીની જેમ સંસારમાં તેની સ્થિતિ છે. જડદ્રવ્ય, પુદ્ગલ
કર્મ વગેરે અજીવતત્ત્વ પાણીના સ્થાને છે. જેની સાથે સશરીરી જીવ હોડી સાથે સમુદ્રના પાણીની જેમ ગાઢ રીતે સંકળાયેલો છે. સંસારમાં જીવને અનુકૂળતા આપનાર પુણ્યતત્ત્વ છે. જેમકે સમુદ્રમાં હોડી પણ અનુકૂળ પવનમા સડસડાટ ચાલે છે, જીવને પ્રતિકૂળતા આપનાર પાપત છે. | જેમકે સમુદ્રમાં પ્રતિકૂળ પવન હોડીને ડામાડોળ કરી દે છે. જેમ હોડીમાં પડેલા કાણામાંથી બાહ્ય પાણી પ્રવેશ કરીને હોડીને ડૂબાડે છે તે રીતે જીવ રૂપી હોડીમાં દોષ રૂપી છિદ્રો દ્વારા બાહ્ય કર્મપુદ્ગલ પ્રવેશ કરીને જીવને સંસારમાં | ડૂબાડે છે. આ દોષ રૂપી છિદ્રોને આશ્રવતત્વ કહેવાય છે. દોષ :- મિથ્યાત્વ - અવિરતિ - કષાય યોગ છે. જેમ હોડીના કાણાનું સંવરણ કરવાની (ઢાંકી દેવાથી) બાહ્ય જલનો પ્રવેશ બંધ થાય છે. તેજ રીતે જીવરૂપી હોડીના દોષરૂપી
છિદ્રોને સંયમ (વિરતિ) વગેરે ગુણોના ઢાંકણથી ઢાંકી દેવાથી કર્મપુદ્ગલનો પ્રવેશ ક, રુંધાઈ જાય છે. આ સંયમ - વિરતિના ગુણો એ સંવર નામનું છઠું તત્ત્વ છે. | | જેમ સદા પાણીમાં રહેવાથી હોડીના લાકડાનાં પ્રત્યેક છિદ્રમાં પાણી ભરાઈ ન જાય છે જે જલ્દી સૂકાતું નથી. તેજ રીતે જડકર્મ-કાર્પણ પુદ્ગલે આત્માના
પ્રદેશે દૂધ + પાણીની જેમ એકમેક બને છે તેને બંધ નામનું સાતમું તત્ત્વ કહે છે. હોડીના કાણાં બંધ કર્યા પછી પણ હોડીને ડૂબતી બચાવીને કિનારે લઈ જવા માટે અંદર ભરાઈ ગયેલું પાણી ડબ્બા વગેરેથી ઉલેચી નાખવું પડે છે. તેજ રીતે સંવર કર્યા બાદ આત્મામાં વળગેલા કર્મયુગલોને પણ ઉલેચી ખા (નિર્જરી) નાખવા માટે બાહ્ય • અત્યંતર તપશ્ચર્યાની જરૂર પડે છે. તેને
નિર્જરા નામનું આઠમું તત્વ કહે છે. જેમ સાગરમાં તરતી હોડી કુશળ | નાવિકના પુરુષાર્થથી કોઈ રમણીય નગરના કિનારે આવી પહોંચી, સાગરની વિંટંબણાઓથી મુકત થાય છે. તેજ રીતે જીવરૂપી હોડી પોતાના જ મોક્ષરૂપ કુશળ પુરુષાર્થથી સંસારને તરી જાય છે. અને સંસારની કાયમી | વિટંબણા-દુઃખોથી મુક્ત થાય છે તે મોક્ષ નામનું ૯ મું ૫ છે. ૮ કર્મથી મુક્ત થયેલો જીવ ૧૪ રાજલોકના મસ્તક-સ્થાનમાં આવેલ મોક્ષનગર સ્વરૂપ સિદ્ધશિલા ઉપર લોકના છેડે સાદિ • અનંત ભાગે શાશ્વત કાળ માટે આરૂઢ | થાય છે. પ્રતિ સમય અનંત જ્ઞાન-સુખનું સંવેદન કરે છે.
$
$
5
$
$
$
G
$
F
$
E
$
F
$
$
૨૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org