________________
મુક્તિબીજ
મેરૂપર્વત અને ફરતું જયોતિષચક્ર
જંબુદ્ગીપની મધ્યમાં જે મેરૂ પર્વત છે તે મલસ્થંભના આકારે ગોળ છે.
નીચેથી પહોળો અને ઉપરથી અનુક્રમે સાંકડો થતો જાય છે. મૂળમાંથી ઉપર | સુધી ૧ લાખ યોજન છે. જેમાં મૂળથી ૧૦૦૦ યોજન રત્નપ્રભા પૃથ્વીમાં દટાએલો છે. ૯૯,૦૦૦ યોજન બહાર છે. મૂળમાં ૧૦,૦૯૦ ૧૦ યોજન પહોળો છે.
૧૧
5
卐
卐
卐
卐
5
પૃથ્વી ઉપર ૧૦,૦૦૦ યોજન પહોળો છે અને અનુક્રમે ઘટતા ઉપર ૧૦૦૦ યોજન પહોળો છે. પર્વતના ચૂલિકા સિવાય ૩ વિભાગ છે.
(૧) પૃથ્વીની અંદર ૧૦૦૦ યોજનનો પહેલો ભાગ છે. (૨) પૃથ્વીની ઉપર ૬૩,૦૦૦ યોજનનો પહેલો ભાગ છે. (૩) તેની ઉપર ૩૬,૦૦૦ યોજનનો ત્રીજો કાંડ છે.
મેરૂપર્વત ઉપર ચાર વનખંડો છે. :-(૧) જમીન ઉપર ભદ્રશાલવન (૨) ૫૦૦ યોજન ઉપર નંદનવન (૩) નંદનવનથી ૬૨૫૦૦ યોજન ઉપર સોમનસવન (૪) સોમનસવનથી ૩૬૦૦૦ યોજન ઉપર પંડકવન છે.
એ પંડકવનમાં ચારે બાજુ શિલા છે. જયાં જિનેશ્વર ભગવંતોના જન્મ મહોત્સવ થાય છે. આ વનની મધ્યમાં એક શિખાસમાન રત્નમય ટેકરી છે, જે ચૂલિકા કહેવાય છે. મેરૂપર્વતના મૂળભાગમાં જે આઠ રૂચક પ્રદેશો છે તે સમભૂતલા પૃથ્વી કહેવાય છે. સમભૂતલા પૃથ્વીથી ૭૯૦ યોજન ઉપર જતાં જયોતિષચક્રની શરૂઆત થાય છે. જે ઉપર ૧૧૦ યોજન સુધીમાં પથરાયેલું છે. સૌથી પ્રથમ ૭૯૦ યોજને તારામંડળ છે, તેનાથી ૧૦ યોજન ઊંચે સૂર્ય છે. તેની ઉપર ૮૦ યોજને ચંદ્ર TM છે. ત્યારબાદ ૪ યોજન ઊંચે ૨૮ નક્ષત્રો છે, જેમાં ભરણી નક્ષત્ર સૌથી નીચે, સ્વાતિ નક્ષણ સૌથી ઉપર, મૂળનક્ષત્ર સૌથી બહારના મંડળમાં અને અભિજિત નક્ષત્ર સૌથી અંદરના મંડળમાં ચાલે છે. ત્યારપછી ૪ યોજન ઊંચે | બુધનો ગ્રહ છે. પછી ૩ યોજન ઊંચે શુક્ર છે. પછી ૩ યોજન ઊંચે બૃહસ્પતિ (ગુરૂ) નો ગ્રહ છે. પછી ૩ યોજને મંગળ છે. પછી ૩ યોજને શનિનો ગ્રહ છે. મનુષ્યક્ષેત્રમાં ૧૩૨ ચંદ્રો અને સૂર્યો પ્રકાશ કરતાં સતત ભ્રમણ કરી રહ્યા છે. તે આ રીતે:- ૨ ચંદ્ર- ૨ સૂર્ય જંબુદ્રીપમાં ૪-૪ લવણસમુદ્રમાં, ૧૨-૧૨ ધાતકીખંડમાં, ૪૨-૪૨ કાળોદધિમાં, ૭૨-૭૨ પુષ્કરાર્ધમાં છે.
૩
Jain Education International
For Private & Personal Use Only
૨૪૧
946
946
94%
946
S
946
94% 946
ॐ
946 946
546
»H
546
K
946
946
5
B
www.jainelibrary.org