SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ::::: : :: ::::::::: બ ] બ બ હ F_ હ F હ હ G F “ 5 મુક્તિબીજ આત્મા અને કર્મવર્ગણાની ભિન્નતા કાદવમાં પડેલું સોનું કટાતું નથી તેમ સમ્યગજ્ઞાની આત્મા કર્મવર્ગણાઓની ખા વચમાં રહેવા છતાં, પણ શરીરાદિ સર્વ પરદ્રમાં રાગ દ્વેષ કે મોહ કરતા નથી. | તે તેનાથી પોતાને ભિન્ન જાણે છે. એટલે કર્મથી બંધાતા નથી. - લોટું કાદવમાં પડ્યું રહે તો કાટ લાગે. તેમ મિથ્યાદ્રષ્ટિ અજ્ઞાની કર્મની _ વચમાં રહેતા સર્વ પદ્રવ્યોમાં રાગભાવ કરતો, ઉદયમાં આવેલા કર્મોમાં તન્મય થતો હોવાથી કર્મજથી બંધાય છે. - આત્મજ્ઞાનનો મહિમાજ અદ્ભુત છે. તે દરેક પ્રકારે સ્વસ્વભાવને જ પોતાનો માને છે. તેથી પર પદાર્થોના એક પરમાણું સાથે તેમને મમતા નથી થતી. સરાગ સમકુવીને કિંચિત કર્મબંધ થાય, પરંતુ કોરા કપડા પર પડેલી રજની જેમ ખરી પડે છે. સંસાર, શરીર અને ભોગો પ્રત્યે વૈરાગ્યભાવ રાખનાર મહાત્મા કર્મોના સુખ દુ:ખોના મીઠા કડવા ફળને માત્ર ઉદય પણે જાણે છે તેમાં લેખાતા નથી. તેથી તે અભોકતા છે. - જેમ આંખની દ્રષ્ટિ અગ્નિને માત્ર દેખે જ છે, પણ અગ્નિને તે ઉત્પન્ન કા કરતી નથી કે ભોગવતી નથી, તેમ જ્ઞાની કર્મો બાંધતા નથી કે ભોગવતા નથી, તે મન, વચન, કાયા, અને કર્મોથી પોતાને ભિન્ન જાણે છે. જ્ઞાની પુરુષ એમ જાણે છે કે, જે શુભાશુભ કર્મો ઉદયમાં આવે છે તે સર્વે પૂર્વે કિં મિથ્યાત્વરુપ ભ્રમથી સેવેલા ભાવોનું ફળ છે. જે મને દુ:ખ આપનાર થયું છે. તે જડરૂપ છે મારું સ્વરૂપ નથી. હું તે સર્વથી ભિન્ન છું. હું નિજ શુદ્ધ સ્વભાવમાં રક્ત છું. તેથી તે સર્વ કર્મો ક્ષણ માત્રમાં નાશ થઈ જશે. હું મોક્ષધામમાં જઈને વસું. એક જ્ઞાનભાવ છે, એને બીજો અજ્ઞાનભાવ એ બંને ચેતનના ભાવો છે, | જ્ઞાનભાવ એ પોતાનો સ્વભાવ છે. અજ્ઞાનભાવ એ કર્મજન્ય ઔપાધિક - વિભાવભાવ છે. માટે જ્ઞાનભાવને ધારણ કરવો. અજ્ઞાન ભાવને નષ્ટ કરવો. '', જેથી શીવપદની પ્રાપ્તિ થાય. F (સહજ સુખ સાધનના સંપાદશ્રીએ ધણા શાસ્ત્રોના આધારે સમગ્રદર્શનનું | સ્વરૂપ તે ગ્રંથમાં નિરૂપણ કર્યું છે. તેની આ ટૂંકી નોંધ છે.) « - - « G F ૯ ૯ E F ૯ F ૧૯ ૯ # ૮ ર્ષ ૨૩૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001991
Book TitleMuktibij
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSatsang Mandal Detroit USA
Publication Year1993
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Samyaktva
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy