________________
[k
$
F
$
G
$
H
$
E
F
$
$
H
$
$
| મુક્તિબીજ એકતા છે. આત્મજ્ઞાનનો મુખ્ય હેતુ સમ્યગદર્શન છે, તેના વિના સર્વ સાધન મિથ્યા છે.
એકડા વગરના ઘણાં મીંડાવાળી રકમ ચલણમાં ચાલતી નથી, તેમ ધર્મક્રિયાઓ સમ્યગ્દર્શન વગર દુ:ખમુક્તિ કે સંસાર મુક્તિનું કારણ બનતી નથી | અર્થાત સમ્યગ્દર્શનનો અપૂર્વ મહિમા છે.
ત્રણ લોકમાં અને ત્રણકાળમાં સમ્યગ્દર્શન જેવું બીજું કોઈ સાધન પ્રાણીઓને કલ્યાણકારી નથી. બીજું મિથ્યાદર્શન જેવું બીજું અહિતકારી નથી. *
જેમ નગરની શોભા દરવાજાથી, મુખની શોભા ચક્ષુથી અને વૃક્ષની સ્થિરતા | | મૂલથી છે તેમ જ્ઞાન, ચારિત્ર, તપ અને વીર્યની શોભા સમદર્શનથી છે.
એક તરફ સમગ્દર્શનનો લાભ થતો હોય અને બીજી બાજુ ત્રણ લોકનું રાજય મળતું હોય તો પણ ત્રણ લોકના લાભ કરતાં સમ્યગ્દર્શનનો લાભ વધુ શ્રેષ્ઠ છે.
સમદ્રષ્ટિનું દુર્ગતિમાં ગમન થતું નથી. જો કદી પૂર્વબદ્ધ આયુકર્મના યોગથી દુર્ગતિ જાય તો તે દોષ નથી, કારણ સમ્મદ્રષ્ટિ આત્મા ત્યારે * પૂર્વકર્મનો નાશ કરે છે.
શંકા કક્ષા આદિ દોષોથી રહિત સમ્યગ્દર્શન પરમ રત્ન છે. જેની પાસે તે રત્ન છે તેના સંસારનું દુ:ખરૂપી દરિદ્ર નાશ પામે છે.
જેના ભાવ સમ્યગ્દર્શનમાં દ્રઢ છે, અને જે સદાચારી છે, તે જ પંડિત તે | જ વિનયવાન છે, ને ધર્મજ્ઞાતા છે તેનું દર્શન બીજાને પ્રિય છે.
સમ્યગ્દર્શન મહારત્ન છે અને સર્વલોકમાં અત્યંત શોભાયમાન છે, એ જ | મોક્ષ પર્યત સુખ દેવામાં સમર્થ છે.
સમગ્દર્શન જ જ્ઞાન અને ચારિત્રનું બીજ છે, વ્રત અને શાંતભાવનું જીવન છે, તપ અને સ્વાધ્યાય આદિનો આધાર છે. | જો સમ્યગ્દર્શન સહિત અલ્પ પણ યમ-નિયમ તપાદિ હોય તો તે સંસારના દુઃખોનો ભાર હલકો કરે છે. ઔષધિ સમાન છે.
શુદ્ધ આત્માના પ્રકાશમાં રાગદ્વેષ અને મોહ દેખાતા નથી. આશ્રવ મટે છે, ૐ | બંધ ક્ષીણ થાય છે. અનંત શક્તિવાળો છે, ભાવકૃતથી અનુભવ ગોચર છે, દ્રવ્યશ્રુત-વાણીથી અનુભવગોચર નથી. ચિદાનંદ સ્વરૂપ એવું સમ્યગ્દર્શન છે.
રરર
5
$
5
$
5
$
5
$
5
$
F
$
G
$
H
E
$
FL
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org