________________
મુક્તિબીજ
આ ગુણઠાણે આવનારો જીવ ત્રણ કરણ કરીને સૌ પ્રથમ અંતરકરણ અવસ્થામાં દાખલ થયો ત્યારે સૌ પ્રથમ "ઉપશમ સમ્યક્ત્વ" ને પ્રાપ્ત કરે છે. ૐ તે અંતરકરણના કાળમાં મિથ્યાત્વનો ઉદય બીલકુલ નથી. સત્તામાં રહેલી મિથ્યાત્વની સ્થિતિ તદ્ન ઉપશાન્ત કરેલી છે. જેમ રેતીને પાણીનું સિંચન કરી 5 ઘણથી કુટવામાં આવે તો દબાઈ જાય છે. તેમ અનિવૃત્તિકરણ રુપ ઘણ વડે કર્મને એવું દબાવી દેવામાં આવ્યું છે કે ઉદીરણાદિ અન્ય કરણો વડે પણ હાલ | ઉદયમાં ન આવે અને આત્મપરિણતિને મલીન ન કરે. તેથી મિથ્યાત્વ ઉપશાન્ત હોવાથી આ સમ્યક્ત્વને ઉપશમસમ્યક્ત્વ કહેવાય છે. ઉમશમસમ્યક્ત્વના કાળે – મિથ્યાત્વમોહનો ઉદય ન હોવાથી તત્સખા (તેનો મિત્ર) અનંતાનુબંધી તે કાળે સત્તામાં હોવા છતાં ઉદયમાં આવી શકતો નથી.
5
અત્યાર સુધી આ આત્મા મિથ્યાદ્રષ્ટિ હતો તેથી મિથ્યાત્વ મોહનીય કર્મ જ TM બાંધતો હતો. તેથી દર્શનમોહનીયમાં તે એક જ સત્તામાં હતી. પરંતુ હવે સમ્યક્ત્વ પામવાથી વિશુદ્ધિના બળે મિથ્યાત્વનો બંધ તો નથી જ થતો. પરંતુ સત્તામાં રહેલાં મિથ્યાત્વમોહનીયનાં દલિકોનો તીવ્રરસ હણી-હણીને મંદરસવાળાં બનાવે છે. તેથી એક જ ર્મલતાની ત્રણ લતા બને છે. જેમ ખેતરમાંથી લાવેલી ડાંગર ફોતરાવાળી હોવાથી ખોરાકની અપેક્ષાએ અશુદ્ધ કહેવાય છે. તેને ખાંડવાથી જે દાણા અર્ધફોતરાવાળા બને છે તેને અર્ધશુદ્ધ કહેવાય છે. અને જે દાણા ફોતરાં વિનાના બને છે તે શુદ્ધ કહેવાય છે તેમ મિથ્યાત્વ ના દલિકો અશુદ્ધ પૂંજ છે. તેમાં મંદરસ જે દિલકોમાં થાય તે અર્ધશુદ્ધ પુંજ કહેવાય છે તેનુ નામ મિશ્રમોહનીય છે. અને જે દિલકોમાં અતિશય મંદતર રસ થાય તે શુદ્ધપુંજ કહેવાય છે તેનું નામ સમ્યક્ત્વમોહનીય છે. એમ એક જ પૂંજના ત્રણ 5 પૂંજ કરે છે.
સાસ્વાદન સમ્યદ્રષ્ટિ
5
આ કાળે મિથ્યાત્વનો ઉદય ન હોવાથી તેનો મિત્ર અનંતાનુબંધી જો કે | ઉદયમાં આવતો નથી (ઉપશાન્ત છે.). તથાપિ કોઈ આત્માને આ અંતરકરણનો ૧ સમય, ૨ સમય, ૩ સમય બાકી હોય અથવા વધુમાં વધુ છ આવલિકા કાળ બાકી હોય ત્યારે મિથ્યાત્વમોહનીય વિના પણ કેવળ એકલો અનંતાનુબંધી કષાય જાણે ધરતી ફાટીને જવાળામુખી બહાર આવે તેમ ઉદયમાં આવી જાય છે. આવલિકા એ એકપ્રકારનું કાળનું માપ છે. જેમ ૬૦ સેકંડની મિનિટ
૧૯૫
5
Jain Education International
For Private & Personal Use Only
946 946 94
9.
5
946
946 946
ऊँ
5
*5
*5
946
5
946
S4€
www.jainelibrary.org