SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ | . ક $ $ $ ક $ ક $ ક $ ક $ F $ મુક્તિબીજ, આ ઉપ.સમફત્વ ન રહે અને લયોપશમ કે મિશ્રભાવનું સમ્યકત્વ પણ ન રહે, એટલું જ નહિ પણ હજી અશુદ્ધ પુંજનો ઉદય થયો ન હોવાથી તે જીવ | મિથ્યાત્વી પણ ન કહેવાય તો શું કહેવાય ? એ પ્રશ્ન સહેજે થાય. સાસ્વાદનભાવ તેનું સમાધાન એ છે કે આ સ્થિતિમાં અનંતાનુબંધી કષાય ઉદયમાં આવી | ગયેલ છે, એટલે એ સ્થિતિ ડહોળાએલી તો બની જ ગઈ છે અને વધુમાં વધુ ૬ આવલિકામાં અશુદ્ધ પુંજ ઉદયમાં આવતાં જ જીવ ૧ લા ગુણસ્થાને ધકેલાઈ પણ જવાનો છે. આ જઘન્ય ૧ સમય ઉત્કૃષ્ટથી ૬ આવલિકાના ડહોળાએલા ભાવને સાસ્વાદન ભાવ કહેવાય છે. આ ભાવનો જીવ બીજા ગુણસ્થાને રહેલો ગણાય છે. અહીં મિથ્યાત્વનો ઉદય નથી અને સમ્યકત્વ ભાવની ઊલટી થવા લાગી છે એટલે એ ઊલટીમાં સમ્યકત્વનો સ્વાદ આવે જ છે માટે આ ભાવને (સ + | || આસ્વાદ) સમ્યકત્વના આસ્વાદ સહિતનો સાસ્વાદન ભાવ કહેવાય છે. આ ભાવ ઓછામાં ઓછો એક સમય અને વધુમાં વધુ ૬ આવલિકા સુધી જ ટકી શકે છે. ત્યાર પછી તે ભાવવાળો જીવ અવશ્ય ૧ લા ગુણસ્થાને ધક્લાઈ જાય છે. કેમ કે | મિથ્યાત્વ મોહકર્મના અશુદ્ધ પુંજનો ઉદય થઈ ગયા વિના રહેતો નથી. આ ઉપરથી સમજી શકાશે કે બીજું ગુણસ્થાનક ચોથેથી પડીને ૧ લે જતા | જીવને જ હોઈ શકે છે. પરંતુ ૧ લે થી ૩ જે, ૪ થે વગેરે ગુણસ્થાને ચડતા કે ૪ થે થી ૩જે જતા કે ૩ જે થી ૧ લે જતા કે ૪ થે જતા આ બીજું ગુણસ્થાન પ્રાપ્ત થઈ શકતું નથી. ટૂંકમાં, ઉપમશ-ભાવ પ્રાપ્ત ર્યા પછી જ ચોથેથી - કાં પડતાં અને ૧ લે જતાં આ ગુણસ્થાન પ્રાપ્ત થાય છે. લયોપશમભાવનું સમ્યકત્વ પણ ૪ થા જ ગુણસ્થાને છે, છતાં તે ભાવથી * પડનાર ૧ લે ગુણસ્થાને જાય તો પણ આ બીજું ગુણસ્થાન તો પ્રાપ્ત ન જ કરે. ' ઉપશમભાવના સમ્યકત્વ ભાવવાળા ૪ થા ગુણસ્થાનેથી પડીને ૧ લે જતાં જીવને જ બીજું ગુણસ્થાન પ્રાપ્ત થાય. અહીં ઉપલક્ષણથી સમજી લેવું કે ઉપશમભાવના સમ્યફથી પડતાં જેમ | ખાં બીજું ગુણસ્થાન આવે તેમ ઉપશમભાવના ચારિત્ર્યથી (૧૧ મા ગુણસ્થાનેથી) પડતાં પણ આ બીજું ગુણસ્થાન આવે. A $ OF $ $ $ . $ $ $ $ $ - બ5| ૧૭૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001991
Book TitleMuktibij
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSatsang Mandal Detroit USA
Publication Year1993
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Samyaktva
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy