________________
卐
卐
આમ થતાં મિથ્યાત્વમોહના દલિકો ઝાટકાની જુદી જુદી અસરોથી ૩ ૐ ભાગમાં વહેંચાઈ જાય છે. કેટલાક મિથ્યાત્વ મોહ.ના ભાવ વિનાના, કેટલાક મિશ્ર ભાવવાળા અને કેટલાક લગભગ મિથ્યાત્વ મોહનીય ભાવવાળા.
卐
- મુક્તિબીજ
૩. કેટલાક મિથ્યાત્વ મોહનીયના દળિયાને ધારી અસર ન થતાં તેમનો રસ ખાસ નીકળતો નથી એટલે મિથ્યાત્વની મેલી અવસ્થામાં જ લગભગ રહી જાય છે. (મિથ્યાત્વ મોહનીય)
5
આમ એક જ ઢગલાના ૩ ઢગલા થાય છે. જેને ૩ પુંજ કહેવામાં આવે છે. આ ત્રણેય ને ક્રમશ: શુદ્ધપુંજ (સમ્યક્ત્વપુંજ), અર્ધશુદ્ધપુંજ (મિશ્રપુંજ), અશુદ્ધપુંજ (મિથ્યાત્વપુંજ) કહેવાય છે.
ખ્યાલમાં રાખવું કે અંતરકરણમાં પ્રવેશેલા જીવના ઉપશમ ભાવની વિશુદ્ધિના ઝટકાઓ સમયે સમયે મિથ્યાત્વ કર્મના દળિયાને લાગવાથી આવા ત્રણ પુંજ બન્યા છે.
ઉપશમ સમ્યક્ત્વનો કાળ અધિક એક આવલિકા કાળ બાકી રહે ત્યારે બીજી સ્થિતિમાં રહેલ ત્રણ પુંજોને લઈને જીવ છેલ્લી આવલિકાની સ્થિતિ સ્થાનોમાં ગોઠવે છે. જયારે તે આલિકા ઉપરનો કાળ પૂર્ણ થાય છે અને છેલ્લી આવલિકામાં જીવ પ્રવેશ કરે છે, ત્યારે અધ્યવસાય અનુસાર કોઈ પણ
એક પુંજને વિપાક ઉદય થાય છે. બાકીના બે પુંજના દલિકો પ્રદેશોદયથી 卐 વિપાકોદયવાળા પ્રકૃતિમાં સંક્રમીને ભોગવાઈ જાય છે. પ્રદેશોદયવાળા કર્મનું ફળ મૈં ભોગવાતું નથી. આથી છેલ્લી આવલિકામાં પ્રવેશ કરતા જીવને જો સમ્યક્ત્વ મોહનીય ર્મોનો ઉદય થાય તો ક્ષાયોપશમિક સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. અને જો મિશ્ર મોહનીયનો પુંજ ઉદય થાય તો મિશ્ર ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે. જયાંથી અંતર્મુહૂર્ત પછી જીવ અવશ્ય ક્ષાયોપમિક સમ્યક્ત્વ પામે કે મિથ્યાત્વે જાય. મિથ્યાત્વનો પુંજ ઉદય આવે તો જીવ મિથ્યાત્વે જાય છે. અર્થાત્ ૧ લા ગુણસ્થાનકને પામે છે.
જેને પહેલા શુદ્ધ પુંજનો અમુક અંશ ઉદયમાં આવે છે તેને-તે પુંજમાં મિથ્યાત્વનો તીવ્રરસ ન હોવાથી-અત્ય૫રસ હોવાથી ભોગવતી વખતે તે જીવ ૐ સમ્યક્ત્વભાવમાં જ વર્તતો હેવાય છે. પદ્યપિ મિથ્યાત્વ મોહનીયનો તે શુદ્ધ પુંજ ઉપશમભાવને-ઉપ.ભાવના સમ્યક્ત્વને દૂર કરે છે. તથાપિ જીવમાં
૧૬૮
Jain Education International
For Private & Personal Use Only
S46
*5
946
5
*5
946
ऊँ
*5
94€
ऊँ
946
ऊँ
94
*5
946
www.jainelibrary.org