SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ 가도 가도 F 가도 가도 H 가도 G 가도 F 가도 5 F. 가 મુકિતબીજ શાસ્ત્રકારોએ આવાં કર્મના કારણો મિથ્યાત્વ અવિરતિ કષાય અને યોગ F\ કહ્યા છે. જે આત્માના વૈભાવિક દોષો છે. આત્મા સાથે તેનો સંબંધ અનાદિકાળથી છે. | સ્વભાવથી આત્મા પરદ્રવ્યોને ગ્રહણ કરતો નથી તેથી પોતાના જ સ્વરૂપનો || કર્તા રહે છે. | ૪. આત્મા ભોક્તા છે. આત્માએ પોતાના જ અજ્ઞાનથી જે કર્મો ગ્રહણ કર્યા છે તેને ભોગવવા પડે | છે, જે આત્મા જેવા કર્મ બાંધે તે ઉદય આવે ઈંદ્ર, ચંદ્ર, નાગિન્દ્ર કે જિનેન્દ્રને _| પણ ભોગવ્યા વગર છૂટકો નથી. કર્મનું સામ્રાજય જડ હોવા છતાં તેમાં થતું સ્વત: પરિણમન અદ્ભુત રીતે કામ કરે છે. તેને કોઈ વિકલ્પ કરવો પડતો ! દાં નથી પણ જડ પરમાણુઓનું સ્વત: પરિણમન એવું વ્યવસ્થિત છે કે, જે જે પુદ્ગલ પરમાણુઓનો આત્મા સાથે સંયોગ થયો તે તેના પ્રકૃતિ, સ્થિતિ રસ ' અને પ્રદેશથી વ્યવસ્થિત ગોઠવાઈ જઈ યોગ્ય સમયે તે ઉદયમાં આવી ફળ ! આપી દે, તેવી ગહન વ્યવસ્થા એ જડ પરમાણમાં રહી છે. માટે જ્ઞાની પુરુષો કહે છે કે ભલે છાને ખૂણે બેસીને મનથી, વચનથી કે ન કયાથી મિથ્યાભાવનું, અસંયમનું, અઢાર પાપોનું સેવન કરો, પણ ચૌદ રાજલોકમાં તેનું સામ્રાજ્ય વર્તે છે. દોષનિત પરિણામ થાય કે એ જડ પરમાણુઓ આત્મપ્રદેશો સાથે ભૂતની જેમ વળગી જ પડે છે. દીર્ધકાળ સુધી દેહ ધારીને ધૂમ્યા પછી જ તે નીકળે છે. આમ આત્મા કરેલા કર્મોનો ભોક્તા થઈ સુખ દુઃખને ભોગવે છે. | હવે જો આત્મા કર્મ કર્યા જ કરે અને આત્મા તે કર્મો ભોગવ્યા જ કરે તો | મોક્ષના પ્રયોજનનો શું અર્થ છે? વિભાવ દશાથી જેમ આત્મા કર્મનો કર્તા છે તેમ સ્વભાવદશાએ કે જ્ઞાન દશાએ, શુદ્ધ ઉપયોગની અવસ્થામાં પોતાના જ કા સ્વરૂપનો આનંદનો કર્તા હોવાથી આત્મા આનંદનો અનુભવનાર-ભોક્તા છે. વાસ્તવમાં આત્મામાં વેદક-અનુભવ નામનો ગુણ હોવાથી તે કર્મના સંયોગે સુખદુઃખનો અનુભવ કરે છે અને કર્મરહિત અવસ્થામાં અનંત સુખ-આનંદનો અનુભવ કરે છે. એટલે વિભાવથી કર્મનો કર્તા અને ભોક્તા છે, સ્વભાવથી સ્વરૂપ - આનંદનો કર્તા અને ભોક્તા છે. 가 가 F. 가도 F 가도 G 가 가 가 가 5 가 ૧૦૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001991
Book TitleMuktibij
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSatsang Mandal Detroit USA
Publication Year1993
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Samyaktva
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy